✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CM રૂપાણીએ ગુજરાતના ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jun 2018 05:13 PM (IST)
1

ગાંધીનગર: ગુજરાત સરકારે ખેડૂતો માટે ખૂબ જ મહત્વની યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોની આવક બમણી કરવાના ભાગ રૂપે ‘સૂર્યશક્તિ કિસાન યોજનાની’ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલર પેનલ આપવામાં આવશે અને ખેડૂત પોતે વીજ ઉત્પાદક બનશે. આ યોજનામાં જોડાય તેને તત્કાલિક વીજ જોડાણ આપવામાં આવશે. આ યોજનાના લાભ લેનારે કુલ ખર્ચના 5 ટકા રકમની ભરપાઈ કરવાની રહેશે.

2

સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, કૃષિ સિંચાઈ માટેના ટ્યુબવેલ સોલાર આધારિત બનાવાશે. યોજનાથી ખેડૂતો ઉપભોક્તાની સાથે ઉત્પાદક પણ બનશે, જેના માટે ખેડૂતોની સમિતિ પણ બનાવાની રહેશે. ખેડૂતો પાસેથી વધારાની વિજળી સાત રૂપિયાના ભાવે સરકાર ખરીદશે.

3

જેને માટે કેંદ્ર અને રાજ્ય સરકાર મળી ખેડૂતોને 60 ટકા સબસીડી આપશે, જ્યારે ખેતરમાં નાખનાર સોલાર પેનલના ખર્ચના ઓછામાં ઓછા 5 ટકા ભરવાના રહેશે. આ માટે ખેડૂતોએ 35 ટકા લોન લેવાની રહેશે. ખેડૂત સમિતિની પણ રચના કરવામાં આવશે અને સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે.

4

7 વર્ષ નો લોન નો હપ્તો પૂર્ણ થયા બાદ બાકીના 18 વર્ષ પ્રતિ યુનિટ 3 રૂપિયા 50 પૈસા વીજ વિતરણ કંપની ચૂકવશે, કુલ 25 વર્ષ લાભ મળશે. આ 870 કરોડ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ છે.

  • હોમ
  • ગુજરાત
  • CM રૂપાણીએ ગુજરાતના ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.