એશિયન ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ જીતનારી સરિતાને ગુજરાત સરકારે 1 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત
ડાંગની સરિતા ગાયકવાડે 4x400 રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં સરિતા સિવાય હિમા દાસ, પુવામ્મા અને વી કોરોથનો સમાવેશ થતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરીતાનો જન્મ ડાંગમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. સરીતાને ડાંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લાના સરહદી ગામ ચીચલી નજીક આવેલ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતા ગાયકવાડે ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. ‘એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે કેરળ ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી.
અમદાવાદ: એશિયન ગેમ્સ-2018માં 4x400 રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગની સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -