✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CM વિજય રૂપાણી બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jul 2017 02:36 PM (IST)
 CM વિજય રૂપાણી બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે
1

2

3

4

નીચાણના વિસ્તારોમાંથી અનેક લોકો સ્થળાંતર કરી બીજે રહેવાની ફરજ પડી છે. થોડુંક પાણી ઉતરે છે અને પાછો વરસાદ થતાં એની એજ હાલત થઇ જાય છે.

5

મુખ્યમંત્રી 15 જેટલા સચિવો અને સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે પાલનપુર ખાતે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. સમગ્ર બનાસકાંઠા અને પાટણમાં જળપ્રલયને એક સપ્તાહ થયું તેમ છતાં હજુ અનેક વિસ્તારો પાણીમાં જ છે. અત્યાર સુધી મહદઅંશે ધાનેરાની તબાહી જ લોકોના ધ્યાને આવી છે. પરંતુ ઊંડાણના વાવ, થરાદ, સુઇગામ વિસ્તારની પણ એવી જ દયનિય હાલત છે.

6

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠા ના વરસાદ અને પૂર થી અતિ પ્રભાવિત કાંકરેજ તાલુકાના ખારિયા ગામે પહોંચ્યા હતા અને આ ગામ ના જે પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને જે પ્રત્યક્ષ મળી ને તેમની સાથે જમીન પર બેસીને સાંત્વના પાઠવી દુઃખ માં સહભાગી થયા હતા.

7

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ થી 5 દિવસ બનાસકાંઠા અને પાટણ માં જ રોકાણ કરી બચાવ રાહત કામગીરી માં ગતિ લાવવા તંત્રનું માર્ગદર્શન કરશે. આ વિસ્તારોમાં પરિસ્થિતિ અને જન જીવન પૂર્વવત કરવા માં રાજ્ય સરકાર નું સમગ્ર વહીવટી તંત્ર કાર્યરત છે તેનું માર્ગદર્શન મુખ્યમંત્રી સ્વયં કરશે.

8

અમદાવાદ: રાજ્યમાં જોરદાર વરસાદને પગલે બનાસકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • CM વિજય રૂપાણી બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.