આગામી 13- 14મી ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવશે CM યોગી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ભાજપની સીધી કમાન નરેન્દ્ર મોદીના હાથમાં નથી. તેઓ પહેલાની જેમ ગુજરાતને સમય નથી આપી શકતા. એવામાં ભાજપને યોગી આદિત્યનાથ જેવા નવા ચહેરાની જરૂરત મહેસુસ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં મુસ્લિમોની કુલ આબાદી 58 લાખ 47 હજાર છે, જે ગુજરાતની કુલ આબાદી લગભગ 9.67 ટકા છે. રાજ્યની 182 સીટોમાંથી 36 સીટો પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 15 ટકાથી વધારે છે. 2007માં કોગ્રેસના 5 મુસ્લિમ ધારાસભ્ય હતા પરંતુ હાલમાં માત્ર 2 મુસ્લિમ ધારાસભ્ય છે. જે કૉંગ્રેસની ટિકીટ પર ચૂંટાયેલા છે.
ગાંધીનગર: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 13 અને 14મી ઓક્ટબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને જોતા સીએમ યોગી ભાજપની ગૌરવ યાત્રામાં જોડાઈને ચૂંટણી પ્રચાર કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોગીને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ઉતારવાનો નિર્ણય લીધો છે.
સીએમ યોગીના ગુજરાત પ્રવાસને લઈને સવાલ ઊઠી રહ્યા છે કે, જે ગુજરાતમાં વિકાસ ચૂંટણીનું સૌથી મોટો મુદ્દો છે, ત્યાં કટ્ટર હિંદુત્વની વિચારધારાવાળા યોગીને ભાજપ મેદાનમાં કેમ ઉતારી રહી છે.?
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત દ્વારકાધીશના આશીર્વાદ લઈને કરી હતી. અને હવે જ્યારે પણ આવે છે ત્યારે મંદિરની મુલાકાત લે છે. રાજનીતિ જાણકારોનું માનવું છે કે, કૉંગ્રેસ આ વખતે સોફ્ટ હિંદુત્વ કાર્ડ રમવાની તૈયારી કરી રહ્યું છે. જેનો જવાબ ભાજપ પણ ઉગ્ર હિંદુત્વ પોસ્ટર બોયથી આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -