14મી ડિસેમ્બર પછી યોજાઈ શકે છે વિધાનસભાની ચૂંટણી, જાણો વિગતો
કોંગ્રેસ તરફથી બાલુભાઈ પટેલ, ડો.જીતુભાઈ પટેલ સહિતના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી કર્મચારીઓની ચૂંટણીની તાલીમ અગાઉ જે બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે સત્તાધારી ભાજપ તરફથી પરિન્દુ ભગત (કાકુભાઈ) અને કૌશિક પટેલના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચ સમક્ષ મુખ્યત્વે એવી રજૂઆત કરી હતી કે, રાજ્યમાં પ્રથમવાર વીવીપેટનો ઉપયોગ થવાનો છે ત્યારે તેમાં સ્વાભાવિક રીતે જ સમય વ્યતિત થવાની શક્યતા છે એટલે મતદાનના સમયમાં વધારો કરવો જોઈએ.
બીજીબાજુ સત્તાધારી ભાજપ તરફથી એમ સૂચવાયું હતું કે, રાજ્યમાં પ્રથમવાર તમામ મતદાન મથકો ઉપર ઈલેકટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ)ની સાથોસાથ વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે મતદાનનો સમય વધારવો જોઈએ. રાજકીય પક્ષો બાદ પંચ જિલ્લા ચૂંટણી અધિકારી, એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિના નેતૃત્વ હેઠળ પંચની ટીમ બે દિવસ ગુજરાત મુલાકાતે છે. જેના પ્રથમ દિવસે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે પંચ સાથે બેઠક દરમિયાન સત્તાધારી ભાજપ તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે, રાજ્યમાં 6, 10, 14મી લગ્નસરાની સિઝન છે એટલે, 14મી, ડિસેમ્બર પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તો બધાને અનુકૂળતા રહેશે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે, મતગણતરી વખતે મતદાન મથક દીઠ વીવીપેટ (VVPAT-વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ)ની 10 ટકા સ્લીપોની ફરજિયાત ગણતરી થવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -