ગુજરાતમાં હજુ બે દિવસ કાતિલ ઠંડી પડશે, જાણો શું છે કારણ?
દીવમાં 10.8 ડિગ્રી અને સુરતમાં 14.1 ડિગ્રી તાપમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. ઉત્તર-પૂર્વીય પવનનાં કારણે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ઉત્તર ભારતનાં ઘણા વિસ્તારમાં અતિશય ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે.
ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો, નલિયામાં 8.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન છે. તો અમરેલીમાં 12.6 ડિગ્રી અને વડોદરામાં 10.4 ડિગ્રી તાપમાન છે. બનાસકાંઠામાં 9.2, વલસાડમાં 8.1, અમદાવાદમાં 10.1 અને રાજકોટમાં 11.2 ડિગ્રી તાપમાનને કારણે લોકો ઠુઠાઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં આગામી 2 દિવસ હજુ પણ વધારે ઠંડી પડવાની આગાહી છે.
અમદાવાદઃ સમગ્ર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે ગુજરાતમાં પણ હજુ 2 દિવસ સુધી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આમ તો એક સપ્તાહથી ઠંડી પોતાનો ચમકારો બતાવી રહી છે પરંતુ બે દિવસથી ઠંડા પવનોના કારણે ઠંડીનું જોર વધ્યું છે જે હજુ આગામી 2 દિવસ સુધી રહે તેવી શક્યતા છે.