મોડાસાઃ કોલેજનો પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીના પ્રેમમાં પડ્યો, મોડી રાત સુધી શું કરતો કે પરિવાર ચોંકી ઉઠ્યો? જાણો વિગત
માહિતી પ્રમાણે, મોડાસા શહેરની એક નામાંકિત ખાનગી કૉલેજનો 38 વર્ષિય પ્રિન્સિપાલ કૉલેજની જ બાયડ તાલુકાની એક વિદ્યાર્થિની સાથે એેકતરફી પ્રેમમાં અંધ બનીને 15 દિવસથી વોટ્સએપ પર ચેટિંગ કરતો હતો.
પરંતુ આ પ્રિન્સિપાલ એક તરફી પ્રેમમાં પાગલ બનીને મોડી રાત્રી સુધી વોટ્સએપ પર વિદ્યાર્થિનીને હેરાન કરતો હોવાથી વિદ્યાર્થિનીએ તેના પરિવારજનોને જાણ કરી હતી. જેથી વિદ્યાર્થિનીના પિતા, તેનો ભાઇ અને કાકા મોડાસા ખાતે કૉલેજમાં દોડી આવ્યા હતા અને કૉલેજમાં જ પ્રિન્સિપાલનો ઉધડો લીધો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પ્રિન્સિપાલની કરતૂતની જાણ થતાં કૉલેજમાં ભારે હોબાળો મચી ગયો હતો.
મોડાસા શહેરમાં શેતાનની શકલમાં છૂપાયેલા પ્રિન્સિપાલની વિદ્યાર્થિની સાથેના ખરાબ દુવ્યવહારનો ભાંડો ફૂટતા શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
ઘટનાની જાણ થતાં કૉલેજના સંચાલકો પણ કોલેજ ખાતે દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ આગળ પ્રિન્સિપાલ પાસે માફી મગાવી હતી. શહેરની પ્રતિષ્ઠિત કોલેજના આબરૂના લીરેલીરા ઊડી જતાં સમગ્ર ઘટના ઉપર ઢાંક-પીછોડો કરી રહેલા સંચાલકોએ તેમની આબરૂ સાચવવા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી તેની પાસેથી રાજીનામું લઇ લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
કૉલેજના બીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી બાયડ તાલુકાની એક વિદ્યાર્થિની પાછળ છેલ્લા કેટલાય સમયથી કૉલેજનો જ પ્રિન્સિપાલ લટ્ટુ બન્યો હતો. પ્રિન્સિપાલ યેનકેન પ્રકારે વિદ્યાર્થિની પાસેથી તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો અને પંદર દિવસથી પ્રિન્સિપાલ વિદ્યાર્થિનીના સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતો હતો. શરૂઆતમાં વિદ્યાર્થીની સર છે, તેમ સમજીને જતું કર્યું હતું.
આ સમગ્ર પ્રકરણની જાણ વિદ્યાર્થિનીએ તેના વાલીને કરતાં તેઓને કોલેજમાં આવી પ્રિન્સિપાલનો ભાંડો ફૂટી કાઢ્યો હતો. જોકે, કોલેજના સંચાલકોએ પ્રતિષ્ઠિત કૉલેજની આબરૂ સાચવવા પ્રિન્સિપાલને માફી મંગાવી સસ્પેન્ડ કરી રાજીનામુ લખાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
મોડાસાઃ શહેરની પ્રતિષ્ઠિત કૉલેજમાં શિક્ષણના વ્યવસાયને કલંકિત કરતી ઘટના બની છે. કૉલેજના પ્રિન્સિપાલે કૉલેજની જ એક વિદ્યાર્થીની સાથે અભદ્ર વ્યવહાર કર્યો. પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીની એકતરફી પ્રેમમાં પડ્યો અને બાદમાં વિદ્યાર્થીનીએ ભાંડો ફોડતા, કૉલેજ અને પ્રિન્સિપાલની આબરુના લીરેલીરા ઉડ્યા હતા. જોકે, બાદમાં મામલો થાળે પાડવા પ્રિન્સિપાલ સાથે માફી પત્ર લખાવીને રાજીનામું લેવાડાવી દીધું હતું.