વાપીઃ સ્વિમિંગ પુલના ટ્રેનરે 12 વર્ષની સગીરાની કરી છેડતી, કરાઇ ધરપકડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના મતે આરોપીએ અગાઉ પણ મહિલાઓ સાથે ગંદી હરકત કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ સ્વિમિંગ પૂલમાં અનેક યુવતીઓ અને મહિલાઓ સ્વિમિંગ માટે આવે છે પરંતુ સંસ્થા પાસે એક પણ મહિલા ટ્રેનર નથી. આમ લાખોના ખર્ચે બનેલ સ્વિમિંગ પૂલ શરૂઆતથી જ એક ખાનગી એજન્સીના ભરોસે ચાલી રહ્યો છે.
મોબાઈલ નો મેસેજ જોતા સગીરાના પરિવારજનો પણ ચોંકી ઉઠયા હતા અને રોષે ભરાયેલા પરિવારજનોએ સ્વિમિંગ પુલ પર પહોંચી ગંદી હરકત કરનાર ટ્રેનરને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ કર્યા બાદ વાપી ટાઉન પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી ટ્રેનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપી ટાઉન પોલીસે ગણતરીના સમયમાં લંપટ સ્વિમિંગ ટ્રેનરને જેલ ભેગો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા આ સ્વિમિંગ પુલને એક ખાનગી એજન્સીને લીઝ પર આપ્યો છે. સ્વિમિંગ પૂલ છેલ્લા કેટલાક વર્ષોથી માર્ક કોમ નામની એક ખાનગી એજન્સીને આપ્યો છે. આ સ્વિમિંગ પૂલમાં 300થી વધુ યુવક-યુવતીઓ અને તરુણીઓ આવે છે. ટ્રેનરે એક સગીરા સાથે છેડતી કરી હતી. એટલું જ નહી ટ્રેનર સગીરાને ફોન પર બિભત્સ મેસેજ પણ મોકલતો હતો.
વાપીઃ વાપીમાં નગરપાલિકા સંચાલિક સ્વિમિંગ પુલમાં ટ્રેનરે 12 વર્ષની સગીરા પર છેડતી કર્યાની ઘટના બની હતી. સ્વિમિંગ પૂલના ટ્રેનર રામ મિલન યાદવે 12 વર્ષની સગીરા સાથે છેડતી કરતાં તેને જેલ હવાલે કરાયો છે. છેડતીની જાણ થયા બાદ સગીરાના માતાપિતાએ સ્વિમિંગ પુલ ખાતે પહોંચી ટ્રેનરને મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસના હવાલે કરી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -