અમદાવાદઃ ગેંગરેપ પીડિતાએ ક્રાઈમ બ્રાંચના જે.કે. ભટ્ટ પર શું લગાવ્યા સનસનીખેજ આરોપો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તરફ મુખ્ય આરોપી ગૌરવ દાલમિયા રાત્રે ક્રાઈમબ્રાંચ સમક્ષ હાજર થયો હતો. જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. હાજર થયેલા ગૌરવે પોતાને સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. સાથે દાવો કર્યો કે તે નિર્દોષ છે અને કાયદા પર તેને વિશ્વાસ છે. તેણે કહ્યું હતું કે, હું ફરાર થયો નહોતો પરંતુ શ્રીનાથજી દર્શને ગયો હોવાનો દાવો કર્યો.
આ કેસમાં આ અગાઉ ગઇકાલે પોલીસે કેસની આરોપી યામિનીની પૂછપરછ કરી હતી. તેમાં ખુલાસો થયો હતો કે પીડિતાએ જે ચેટ રજૂ કર્યા છે અને યામિનીએ જે ચેટ રજૂ કર્યા છે તેમાં તફાવત છે. ઉપરાંત પીડિતાએ ફરિયાદના એક દિવસ પહેલા ગૌરવને પત્ર લખ્યો હતો. જેમાં યામિની અને ગૌરવ વચ્ચેના પ્રેમ સંબંધ વિશે લખ્યું હતું. બે પાનાનો આ પત્ર પીડિતાએ કુરિયરથી ગૌરવને મોકલ્યો હતો.
પીડિતાએ જેકે ભટ્ટને તપાસમાંથી દૂર કરવા અને પોતાનું નિવેદન મહિલા મેજિસ્ટ્રેટ સામે નોંધવામાં આવે તેવી માંગણી કરી હતી. સાથે પીડિતાએ કહ્યું હતું કે તે હવે પછી ક્યારેય જેકે ભટ્ટ સામે રજૂ નહીં થાય.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે મને ન્યાય અપાવવાને બદલે જેકે ભટ્ટે પૂછપરછ દરમિયાન મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. મને વારંવાર ખોટી સાબિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ભટ્ટ આરોપી વૃષભ મારૂને ગાય જેવો ગણાવીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
અમદાવાદ ગેંગ રેપ કેસની પીડિતાએ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશ્નર જેકે ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જેકે ભટ્ટ વારંવાર તેને ફરિયાદ અને નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા છે.
અમદાવાદઃ સેટેલાઇટ ગેંગરેપ કેસમાં ફરિયાદ નોંધાયાના 72 કલાક બાદ પીડિતા મીડિયા સામે આવી હતી. ગેંગરેપ કેસ નોંધાયાના 72 કલાક બાદ પણ ક્રાઈમ બ્રાંચને હજુ સુધી એક પણ પુરાવાઓ મળ્યા નથી. પીડિતાએ ક્રાઇમ બ્રાંચની તપાસ સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -