ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્ય સામે 1.50 કરોડની ઉચાપતનો કેસ નોંધાયો, જાણો વિગત
ગત નવેમ્બરમાં યોજાયેલી કારોબારીમાં સંસ્કૃત વિભાગના રીડર અને ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ દિલીપ પટેલને તેમની ભરતી સમયે રજૂ કરેલા સર્ટીફિકેટ ખોટા હોવાના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં ખર્ચ પેટે નિયમ મુજબ કઈ કોલેજ પાસેથી કેટલા પૈસા લીધા, બેંકમાં રાખ્યા હોય તો પાસબુક, ચુકવણીની રસીદો અંગે કોલેજો પાસેથી માહિતી મંગાવતા કિરીટ પટેલે રોકડા પૈસા લઈ સાદા કાગળમાં રસીદો આપી તમામ વહીવટ જાતે કર્યો હોવાનું સામે આવતાં યુનિવર્સિટીએ ખુલાસો માગ્યો હતો.
પાટણઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિએ પાટણના ધારાસભ્ય(કોંગ્રેસ) કિરીટ પટેલ વિરુદ્ધ 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરવાની ફરીયાદ કરી છે. કિરીટ પટેલ એમ.એસ.ડબલ્યુ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પદે હતા ત્યારે વિવિધ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ભરતી પ્રક્રિયાનું સંચાલન યુનિવર્સિટી દ્વારા તેમના સહયોગથી 2012થી 2017 દરમિયાન કરાવાતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -