✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક કરનાર ચાર વિલનોના ફોટા આવ્યા સામે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Dec 2018 02:25 PM (IST)
1

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં રૂપલ શર્માનું પણ નામ બહાર આવ્યું છે. રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે. જ્યારે લોકરક્ષક દળની પરીક્ષામાં તે પણ ઉમેદવાર હતી.

2

લુણાવાડાના છાપરી મુવાડ ગામનો રહેવાસી યશપાલસિંહ સોલંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. તેણે જ આ પેપર લીક કર્યું હતું. પેપરના જવાબો તે દિલ્હીથી લઈને આવ્યો હતો અને આ પેપર તેણે પાંચ લાખમાં વેચ્યું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર એટલું જ નહીં, મનહર પટેલને યશપાલ સિંહે આન્સર કી આપી હતી. પી.વી. પટેલ વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તે આ પહેલા પોલીસ ભવનમાં નોકરી કરતો હતો અને પોલીસ ભરતી બોર્ડમાં પણ ફરજ નિભાવી ચૂક્યો છે. હાલ તે ડીએસપી ઓફિસમાં કામ કરે છે. જેની પેપર લીક કૌભાંડમાં આજે પોલીસે ધરપકડ કરી હતી.

3

લોકરક્ષણ પેપર લીક કરવાના કેસમાં બનાસકાંઠાના એડરણાના મુકેશ મૂળજી ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચૌધરી ભાજપનો નેતા છે. પેપરલીક કૌભાંડમાં નામ આવતાં ભાજપ દ્વારા મુકેશ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

4

અરજણ વાવ ગામનો રહેવાસી મનહર રણછોડભાઈ પટેલ ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે. લોકરક્ષણ પેપર લીકમાં નામ ખુલતાં જ મનહર પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

5

ગાંધીનગરઃ રવિવારે ગુજરાતમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. 9 લાખ લોકોને રઝળાવી દેનારા આ 5 વિલનો કોણ છે તેમના પર નજર કરીએ.

  • હોમ
  • ગુજરાત
  • લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક કરનાર ચાર વિલનોના ફોટા આવ્યા સામે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.