લોકરક્ષક પેપર લીક, ‘રૂપલ’એ ઓળખીતા PSIને શું મોકલ્યું અને પેપર લીકનો ભાંડો ફૂટી ગયો? જાણો ચોંકાવનારી વિગત
બોરાણાએ સહાયને જાણ કરી હતી કે, રૂપલ શર્મા શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે અને બોરાણાને ઓળખે છે. રૂપલ શર્માએ બોરાણાને હાથથી જવાબ લખ્યા હોય તેવો કાગળ રૂપલ શર્મા પાસેથી મળ્યો હતો.
પોલીસ રીક્રુટમેન્ડ બોર્ડના ચેરપર્સન વિકાસ સહાયને પોલીસ રીક્રયુટમેન્ટ બોર્ડના વાયરલેસ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ભરત બોરાણાએ ફોન કરીને આન્સરશીટ ફરતી થઈ હોવાની જાણ કરી હતી.
રૂપલ શર્માએ તેને, હાથથી લખાયેલા જવાબો આજે આવનારા પેપરના સવાલોના જવાબો છે કે નહીં તેની તપાસ કરવા કહ્યું હતું. બોરાણાએ તેને જવાબ આપ્યો કે, તેને ક્યા પ્રશ્નો પૂછાશે તે ખબર નથી તેથી તે કંઈ ના કહી શકે.
બોરાણાએ તરત જ વોટ્સએપ પર વિકાસ સહાયને આ કાગળ મોકલી આપ્યો હતો. સહાયે આ કાગળ તપાસતાં પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો હતા ને આ રીતે પેપર લીક થયાની તેમને જાણ થઈ હતી.
આ આરોપીઓમાં એક યુવતી રૂપલ શર્મા પણ છે ત્યારે રસપ્રદ વાત એ છે કે આ આન્સરશીટ લીક થઈ હોવાની જાણ સૌથી પહેલા રૂપલ શર્માએ જ કરી હતી. પોલીસ ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે.
ગાંધીનગરઃ રવિવારે રાજ્યમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.