વલસાડઃ મુસ્લિમ યુવક સાથે સગીરાને કઢંગી હાલતમાં જોઈ ગયો ભાઈ, જાણો પછી શું થયું?
બીજી તરફ બદલો લેવા માટે મુસ્લિમ યુવક પોતાના સાગરીતો સાથે હથિયાર સાથે સગીરાના ઘરે આવી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સગીરાના બે પિતરાઈભાઈના માથા ફૂંટતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની મળતી વિગતો પ્રમાણે અતુલ ફર્સ્ટગેટ વિસ્તારના મુસ્લિમ યુવક સલમાન શેખ આ સગીરાને નજીકના એક ફ્લેટમાં લઈ ગયો હતો. જેની જાણ સગીરાના ભાઈને થતા તે ફ્લેટ પર પહોંચી ગયો હતો. જ્યાં પોતાની બહેનને કઢંગી હાલતમાં જોતા ચોંકી ઉઠેલા ભાઈએ મુસ્લિમ યુવકને લાફા ચોડી દીધા હતા. બાદમાં સલમાન શેખ તેના મિત્રો સરફરાઝ શેખ અને આમિર શેખ તેમજ અન્યને લઈ સગીરાના ઘરે પહોંચ્યો હતો.
સગીરાના પરિવારજનો કંઈ સમજે એ પહેલાં જ આ શખ્સોએ હોકી અને લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બન્ને પિતરાઈ ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જોકે સમગ્ર ઘટનામાં પોલીસને જાણ થતાં જિલ્લાના 30 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા.
હિન્દુ-મુસ્લિમ તોફાનના મેસેજ મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાતા પરિસ્થિતિ વધુ વણસતા અટકી હતી. જોકે ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસનો બંદોબસ્ત આ સંવેદનશીલ વિસ્તારમાં ગોઠવી દેવાયો છે.
વલસાડ: શહેરના અતુલ ફર્સ્ટગેટ વિસ્તારમાં રાત્રે મુસ્લિમ યુવક અને હિન્દુ સગીરાને કઢંગી હાલતમાં સગીરાના ભાઈએ ઝડપી પાડતાં મામલો બિચકાયો હતો. સગીર બહેન સાથે યુવકને જોઇને ભડકેલા ભાઈએ યુવકને તમાચો મારી દીધો હતો અને બહેનને ઘરે લઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -