સગી માતાએ સગી દીકરીને ગુજરાતી બિઝનેસમેનને વેચી મારી, જાણો પછી શું થયું
મૂળ કર્ણાટકની આ સગીરાને તેની માતાએ ગુજરાતના પ્રતીક શાહ સાથે જબરદસ્તીથી લગ્ન કરાવ્યાં હતાં. એ પછી પ્રતીકે વારંવાર બાળકી પર જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધીને તેની મારઝૂડ કરી હતી. પછી છોકરી ત્યાંથી ભાગી ગઈ હતી, પરંતુ તેની માતાને આ વિશે ખબર પડતાં તે ફરી તેને શોધીને પ્રતીક શાહને સોંપી આવી હતી અને ફરી ભાગી જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ફરી શારીરિક શોષણ થતાં બાળકી ટ્રેનથી મુંબઈ ભાગી આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રતીકની ભાભીના મૃત્યુ બાદ તેના ભાઈએ સોલાપુરની એક મહિલા સાથે લગ્ન કર્યા હતાં. તેની ઓળખાણથી છોકરી સાથે પ્રતીકે લગ્ન કર્યા હતાં. છોકરી સગીર હોવાની જાણ ન હોવાનું પ્રતીકે પોલીસને જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે ભાઈંદર પોલીસે પ્રતીક શાહ વિરુદ્ઘ રેપ, અપહરણ અને અન્ય ગુનાઓ નોંધીને તેની ધરપકડ કરી હતી. એ પછી પ્રતીકે મુંબઈ હાઈ કોર્ટમાં જામીન માટે અરજી કરતાં કોર્ટે અરજી ફગાવી દીધી હતી. પોલીસત પાસમાં જાણવા મળ્યું કે, માતાએ જ પુત્રીને ડબલ ઉંમરના વ્યક્તિને પૈસા માટે વેચી હતી.
મુંબઈઃ માતાએ જ પોતાની સગીર પુત્રીને ગુજરાતના એક બિઝનેસમેનને વેચી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતથી મુંબઈ ભાગી આવેલ ભાળકીએ મુંબઈ પોલીસને જાણ કરતાં આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. ગુજરાતના બિઝનેસમેન પ્રતીક શાહે આ બાળકીને ખરીદીને તેનું શીરીરિત શોષણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -