ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી, ક્યા પક્ષના કાર્યકરે કર્યું ફાયરિંગ, જાણો વિગતે
બંને પક્ષના કાર્યકરો પ્રતિસ્પર્ધિઓને સામસામે જોઈને જોશમાં આવીને મોટેથી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. સુત્રોચ્ચાર બાદ સામાન્ય બોલાચાલી થઈ હતી બાદ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. હાટ બજારમાં પથ્થરમારાથી વેપારીઓ અને ત્યાં ખરીદી માટે આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવગઢ બારિયા વિધાનસભા બેઠકમાં આવતાં ધાનપુર ગામમાં ગુરૂવારના રોજ હાટ ભરાયો હતો. આ હાટમાં સંખ્યાબંધ વેપારીઓ પોતાના વાહન લઈને તેમજ આસપાસના ગામના લોકો પથારા નાખીને વેપાર કરવા માટે બેઠા હતાં. તે વખતે હાટ બજારમાં પ્રચાર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ રેલી યોજી હતી. તે સમયે બંને પક્ષની રેલી સામ સામે આવી ગઈ હતી.
ભાજપના કાર્યકર નીલેશ ખાબડે પથ્થરમારા અને હવામાં ખાનગી ફાયરિંગ કરવા બદલ બારિયા વિધાનસભાના ઉમેદવાર ભારતસિંહ વાખળા સહિત 200ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસ પક્ષ તરફથી સમાચાર લખાયા સુધી કોઇ ફરિયાદ નોંધાવી ન હતી.
દાહોદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બંન્ને પક્ષોના ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા હતા છે જોકે તે પહેલા જ જિલ્લાના ખરાડાયેલા ઈતિહાસના પુનરાવર્તન જેમ રાજકિય પક્ષના કાર્યકરો વચ્ચે ડખા શરૂ થઈ ગયા છે. બારિયા બેઠકમાં આવતાં ધાનપુર ગામના હાટ બજારમાં ગુરુવારે કોંગ્રેસ અને ભાજપા કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો ત્યાર બાદ પથ્થરમારો થતાં દોડધામ મચી હતી. આ ઘટનામાં 200ના ટોળાં સામે પથ્થરમારા અને ફાયરિંગ અંગેનો ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી.
પથ્થરમારામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. દોડી ગયેલી પોલીસે મામલો શાંત પાડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના પોલીસ વડા પ્રેમવીર સિંગ પણ ધાનપુર દોડી આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -