ભાજપના લુખ્ખા-ગુંડાઓને પાડી દેવાના છે, હાર્દિક પટેલે બીજુ શું કહ્યું, જાણો વિગત
હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મને એક જગ્યાએ વિકાસ દેખાડો તો આંદોલન બંધ કરી નાખીશ. ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતને કોઈ જાતિ સાથે સરખાવાની જરૂર નથી. ભાજપ બે દાયકાથી સત્તા પર છે. પરંતુ યુવાનો સરકારી ભરતીમાં 200માંથી 180 માર્કસ લાવે તો તેને કોલલેટર મળતો નથી. જે સમાજ હક્ક માગે તેને સરકાર ગોળી અને લાઠી આપે છે. હવે પરિવર્તન માટેનો સમય આવી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની જશે અને પાટીદારોના પ્રશ્નો હલ થશે તેવું નથી, એક વખત શક્તિ દેખાડવી જરૂરી છે. જ્યારે હાર્દિકની સભાનો વિરોધ કરવા નીકળેલા 33 શખ્સની પોલીસે અટકાયત કરી હતી.
હાર્દિક પટેલે સભામાં જણાવ્યું હતું કે, સિંહ જોવા ગીરમાં નહીં રાજકોટમાં મહાક્રાંતિ સભામાં આવ્યો હોત તો જોવા મળતા. મને અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની યાદ અપાવી દીધી. અમે હવે કોઈ મંજૂરીથી ડરતા નથી. અમને કોઈ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે આતંકવાદી નથી.
વિજય રૂપાણીના ગઢ એવા રાજકોટમાં પાસ કન્વીનર હાર્દિક પટેલની મહાક્રાંતિ સભાનું આયોજન થયું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે સભા સ્થળ રાખવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી તરફથી સભાની મંજૂરી મળી નથી છતાં સભા થશે તેવી મક્કમતા પાસના આગેવાનોએ કરી હતી.
પરંતુ ભાજપનો વિરોધી છું કારણ કે ભાજપની સરકારે મારા 14-14 ભાઈઓને ગોળીઓથી વીંધી નાંખ્યા છે. ભાજપની સરકારે મારા ભોળા અને ગરીબ ખેડુતોને આજ દિન સુધી ઉલ્લુ જ બનાવ્યાં છે. વિસાવદર અને તાલુકામાં અનામત મુદ્દે અને ખેડૂત દેવા માફીના મુદ્દા સાથે હાર્દિક પટેલની વિશાળ રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં.
આ વખતે ભાજપના લુખ્ખાઓ અને ગુંડાઓને પાડી દેવાના છે તેમ હાર્દિક પટેલે પુછતાં જ હાજર હજારો લોકોએ બે હાથ ઉચ્ચા કરી તેની વાતને સમર્થન આપી વાતને વધાવી લીધી હતી. વધુમાં કહ્યું હતું કે, હું કોઇ કોંગ્રેસનો એજન્ટ નથી.
જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વિસાવદર તાલુકાનાં મોટી મોણપરીમાં ગુરૂવારે પાસના કન્વીનર હાર્દિક પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -