રાજ્ય સરકારે લિકર શોપમાં વેચાતી દારૂની બોટલો અંગે શું આપ્યો મહત્વનો ચુકાદો?
આ અંગે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના પ્રમુખે જણાવ્યું હતુ કે, શહેરની કેટલીક હોટેલની લીકરશોપમાં દારૂની બોટલ ઉપર એમઆરપી લખવામાં આવતી નથી જે અંગે ભૂતકાળમાં તોલમાપ ખાતાએ કાર્યવાહી કરેલી છે. દરેક પેકેટ કોમોડીટી ઉપર એમઆરપી લખવી ફરજિયાત છે છતાંપણ ન લખાતાં ગ્રાહકો છેતરાય છે. જેથી દરેક ચીઝવસ્તુઓના પેકેટ ઉપર એમઆરપી લખાવવી જોઇએ. ભૂતકાળમાં પણ અનેક વખત લીકર શોપમાં થતી અનિયમિતતા સામે ફરિયાદો થઈ છે. તેવા પણ કિસ્સા બનેલા કે પરમીટના હોય તેવા લોકોને પણ બારોબાર અહીંથી દારૂનું વેચાણ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજય સરકારના નશાબંધી અને આબકારી કચેરીના નિયામકે તા.૩૦-૮-૨૦૧૭ના રોજ એક પરિપત્ર જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર માન્ય લીકર શોપમાં વેચામ માટે રાખવામાં આવેલ દારૂની બોટલ પર એમઆરપી દર્શાવવામાં આવતી નથી. જે ધી લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ અને પેકેજ કોમોડીટી રૂલ્સ ૨૦૧૧ના નિયમ ૬ (ઇ) મુજબ, એમઆરપી (તમામ વેરા સાથે) લખવી ફરજિયાત છે. જેથી તે મુજબની કાર્યવાહી કરવા વિંનતી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાયદાની જોગવાઇ મુજબ કોઇપણ પેકેજ કોમોડીટીનું વેચાણ કરવું હોય તો તેની ઉપર એમઆરપી સહિતની વિવિધ માહિતી દર્શાવવી ફરજિયાત છે. જેથી ગ્રાહકો છેતરાય નહીં જોકે, બજારમાં કેટલીય એવી વસ્તુઓ છે કે, પેકેટમાં વેચાય છે છતાં તેના પેકેટ ઉપર કાયદા મુજબની વિગતો દર્શાવેલી હોતી નથી. આમ રાજય સરકારે થોડા મહિના પહેલાં એક પરિપત્ર કર્યો હતો.
અમદાવાદઃ રાજ્ય સરકારે અમદાવાદ સહિત રાજ્યભરની હોટલોમાં આવેલી લીકર શોપમાં વેચાતી દારૂની બોટલો ઉપર એમઆરપી દર્શાવવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારને ફરિયાદો મળી હતી કે લીકર શોપમાં જે દારૂનું વેચાણ થાય છે તેની ઉપર એમઆરપી દર્શાવેલી હોતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -