કોંગ્રેસે પ્રથમ યાદીમાં કયા 12 ઉમેદવારોને કર્યા રીપિટ, આ 12 ધારાસભ્યો ક્યાંથી લડશે ચૂંટણી, જાણો વિગતે
વિસાવદર હર્ષદ રિબડિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બે યાદી જાહેર થયા બાદ કોંગ્રેસે રવિવારે મોડીરાતે 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે જાહેર કરેલી સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતને આવરી લઈન 77 બેઠકો પર પસંદ કરાયેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષની વફાદારી દાખવનારાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ આપી હાઈકમાન્ડે પણ પોતાનું વચન બરકરાર રાખ્યું હતું જેના ભાગરૂપે 12 વર્તમાન ધારાસભ્યોને પુ:ન ટિકિટ આપવામાં આવી હતી. જેમાં વાંકાનાર બેઠક પર જાવેદ પિરઝાદા, માણાવદરમાં જવાહર ચાવડા, ઉનામાં પૂજા વંશ, વિસાવદરમાં હર્ષદ રિબડિયા, અમરેલીમાં પરેશ ધાનાણી, ડાંગમાં મંગળ ગામિત, ધરમપુરમાં ઈશ્વર પટેલ, માંડવીમાં શક્તિસિંહ ગોહિલ, માંડવી-એસટી ડો. આનંદ ચૌધરી, રાજકોટમાં ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, પાલિતાણા પ્રવિણ રાઠોડને સમાવેશ કરવામાં આવ્યો છે.
પાલીતાણા પ્રવિણ રાઠોડ
રાજકોટ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
માંડવી શક્તિસંહ ગોહિલ (બેઠક બદલી)
કપરાડા - જીતુ ચૌધરી
ધરમપુર - ઈશ્વર પટેલ
ડાંગ - મંગળ ગામિત
માંડવી-એસટી ડો. આનંદ ચૌધરી
અમરેલી - પરેશ ધાનાણી
ઉના - પૂંજા વંશ
માણાવદર - જવાહર ચાવડા
વાંકાનેર - મોહમ્મદ જાવેદ પિરઝાદા
- - - - - - - - - Advertisement - - - - - - - - -