સુરતમાં પાસના કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ પર કર્યો હંગામો, કોંગ્રેસના કયા ઉમેદવારને ધક્કે ચડાવ્યા, જાણો વિગતે
પાસના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારોને ધક્કે ચડાવ્યા હતા. કોંગ્રેસની યાદી જાહેર થતાં પાસના 30 જેટલા કાર્યકર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયાના કાર્યાલય પર પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસના સુરતના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. બીજી બાજુ આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરો પણ સામે આવી જતાં કોંગ્રેસ અને પાસના કાર્યકરો વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયાં હતાં.
સુરત: રવિવારે મોડી રાત્રે 11 વાગ્યે કોંગ્રેસે યાદી જાહેર કરતાંની સાથે જ સુરતમાં ભડકો થયો હતો. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં સુરતની બેઠકો ઉપર પાસના આગેવાનોને ટિકિટ આપવાના મુદ્દે પાટીદાર અનામત આંદોલનના દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો અને કાર્યકરોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.
તોગડિયાએ ધાર્મિક માલવિયા અને પાસના અન્ય કાર્યકરોને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમને પણ ધક્કી ચઢાવી દેવાયા હતા. યોગી ચોક ખાતેના નીલેશ કુંભાણીના કાર્યાલયે પણ પાસ કાર્યકરોએ તોડફોડ કરી હતી.
કાર્યાલય પર ટિકિટ મળી હોવાનો ઉત્સાહ મનાવાઈ રહ્યો હતો જ્યારે પપન તોગડિયાને કોંગી કાર્યકરોએ હાર પહેરાવ્યો હતો ત્યારે જ પાસના કાર્યકરોએ તોગડિયાના કાર્યાલયમાં તોડફોડ કરવા ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં કોંગી કાર્યકરો અને પાસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઝપાઝપી શરૂ કરી હતી. પાસના કાર્યકરોએ કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો.
જેને પગલે વરાછામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા અને કામરેજના ઉમેદવાર નીલેશ કુંભાણીના કાર્યાલયમાં પાસના કાર્યકરો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને તોડફોડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -