કોંગ્રેસના કયા વફાદાર નેતાની ટિકિટ કાપવામાં આવી? પાટીદારો અને કોંગ્રેસ કાર્યકરોએ મચાવ્યો હંગામો, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત મોડી રાતે ભવાની મંદિર ખાતે એકત્ર થયેલા કોંગ્રેસ તેમજ પાટીદાર આગેવાનોએ જો કોંગ્રેસ દ્વારા નવેસરથી યાદી જાહેર કરવામાં નહીં આવે તો પાટીદાર અગ્રણીઓ દ્વારા અપક્ષની પેનલ તૈયાર કરી તેઓ ચૂંટણી લડશે.
કામરેજના ભવાની મંદિર ખાતે એકત્ર થયેલા મોટી સંખ્યામાં કાર્યકરોએ કોંગ્રેસનાં હોદ્દેદારો સામે બેઠકો ભાજપને જીતાડવા માટેનો ખેલ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતાં. તેમજ કોંગ્રેસને નવેસરથી ઉમેદવારોની યાદી જાહેર કરવાની માંગણી કરી હતી.
10 વર્ષ પહેલા ભાજપનો છેડો ફાડી કોંગ્રેસને વફાદાર રહેલા ધીરૂ ગજેરા મૂળ પાટીદાર અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા હોવાથી તેમના સમર્થનમાં પાટીદારો ઉપરાંત કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવાની સાથ પાટીદાર આંદોલન વિરોધમાં ઉતરી આવ્યા છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસનાં વફાદારોની પણ બાદબાકી થઈ હોવાથી મોટો ભડકો થયો છે.
સુરત: કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદીમાં ભાજપ સાથે છેડો ફાડી છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનાં વફાંદાર રહેલા ધીરુ ગજેરાની બાદબાકી થતાં કોંગ્રેસી કાર્યકરો વિરોધમાં ઉતરી આવ્યા છે.
ધીરૂ ગજેરાનાં સમર્થનમાં મોડી રાતે કામરેજનાં ભવાની મંદિર ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઈ કોંગ્રેસનાં હોદ્દેદારોની નિતીની ઝાટકણી કાઢી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -