✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શું ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાના ગુજરાત પ્રવાસ પાછળ કોંગ્રેસ છે!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2017 12:02 PM (IST)
1

અત્રે એ નોંધનીય છે કે આ પહેલા જીએસટીની ટીકા કરતા યશવંત સિંહાએ કહ્યુ હતુ કે, જયારે અમે એટલે કે ભાજપ વિપક્ષમાં હતા ત્યારે સરકાર ઉપર ટેકસ ટેરેરીઝમ અને રેડ રાજનો આરોપ મુકતા હતા. તેમણે કહ્યુ હતુ કે, આજે જે ચાલી રહ્યુ છે તે પણ ટેરેરીઝમ જ છે. સિંહાએ કહ્યુ હતુ કે, જીએસટી ગુડ એન્ડ સિમ્પલ ટેકસ બની શકત પરંતુ સત્તામાં બેઠેલા લોકોએ તેને બેડ એન્ડ કોમ્પ્લીકેટેડ ટેકસ બનાવી દીધો.

2

એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાના જણાવ્યા પ્રમાણે પી.ચિદમ્બરમની જેમ યશવંત સિંહાની મુલાકાત પણ કોંગ્રેસના બેનર હેઠળ નહી હોય. જયારે યશવંત સિંહા અને ચિદમ્બરમ જેવા લોકો બીનરાજકીય પ્લેટફોર્મ પર બોલતા હોય છે તો એ તેમના વિચારો દર્શાવતા હોય છે. આ કાર્યક્રમ અનુસાર યશવંત સિંહા ૧૪મીએ અમદાવાદમાં ઠાકોરભાઇ દેસાઇ હોલમાં અને ૧પમીએ રાજકોટમાં અરવિંદભાઇ મણીયાર હોલમાં પ્રવચન આપશે.

3

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ પણ તાજેતરમાં રાજકોટ આવ્યા હતા અને તેમણે જીએસટી મામલે રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે વાતચીત કરી હતી. હવે યશવંત સિંહા પોતાની આ સુચિત મુલાકાત દરમિયાન રાજકોટ, અમદાવાદ અને સુરતના વેપારીઓ સાથે વાતચીત કરશે.

4

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા 14 નવેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેમનો આ પ્રવાસ એનજીઓ લોકશાહી બચાઓ અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો જે કોંગ્રેસ સમર્થિત એનજીઓ છે. માટે તેમના આ પ્રવાસને નોટબંધી અને હાલના આર્થિક મુદ્દે યશવંત સિન્હાના ભાજપ વિરોધી નિવેદન બાદથી કોંગ્રેસ માટે ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે.

  • હોમ
  • ગુજરાત
  • શું ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાના ગુજરાત પ્રવાસ પાછળ કોંગ્રેસ છે!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.