ભાજપના ક્યા 5 ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાનું નક્કી થતાં પુત્રો માટે માગી ટિકિટ ? જાણો વિગત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. 2017ની ચૂંટણી પહેલા ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં આકરા માપદંડ અપનાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે નો રિપિટ થિયરી, વધુ ઉંમર, બિમારી કે પછી પર્ફોમન્સના આધારે કેટલાંક ધારાસભ્યોની ટિકિટ કપાય તે નક્કી કરવામાં આવ્યું છે પણ ધારાસભ્યની ટિકિટ કપાય તો તેના બદલામાં તેમના પુત્રોને ટિકિટ અપાવવા માટે દોડધામ લગાવી રહ્યા છે કે પછી રાજકીય વારસો પરિવારમાં સચવાય તેની કવાયત હાથધરવામાં આવી છે. ભાજપના પાંચથી વધુ ધારાસભ્યો તેમની બેઠક ઉપર તેમના પુત્રને ટિકિટ અપાવી શકે છે કે પછી તેમના બદલા તેઓ પુત્રનો ટિકિટ માટે આગળ કરી શકે તેમ છે તેવી ચર્ચા ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસમાં એક બીજા પર પ્રહારો થઈ રહ્યા છે. જ્યારે આ વખતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી આ વખતમી ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય એમ છે. ત્યારે ભાજપમાં પોતાના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાવવા માટે બંધ-બારણે બેઠકો થવા લાગી છે. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની અડધી યાદી તૈયાર કરી દેવામાં આવી છે, જોકે આ યાદની સત્તાવાર જાહેરાત થઈ નથી.
કરમશીભાઈ પટેલ રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં બળવ કર્યો હતો અને ક્રોસ વોટિંગ કર્યું હતું. તેઓને ભાજપના નેતાઓને પુત્ર માટે ટિકિટ આપવાનું કમીટમેન્ટ આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી તેઓ પુત્ર કનુ પટેલ માટે ટિકિટ મેળવવા દોડી રહ્યા છે.
કોળી સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતાં ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને મંત્રી પુરષોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયકને કારણે તેઓ પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી શકે તેમ છે. આ સંજોગોમાં તેઓ પોતાના પુત્ર દિવ્યેશ સોલંકીને ટિકિટ આપવી પડે તેમ છે આવું સ્થાનિક લોકોમાં ચર્ચા જોવા મળી હતી.
આ ઉપરાંત ઊંઝાના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલને પણ ઉંમરનું માપદંડ નડી શકે તેવું લાગી રહ્યું છે. જો નારાયણભાઈની ટિકિટ કપાશે તો તેઓ પોતાના પુત્ર ગૌરાંગ પટેલને ટિકિટ માટે આગળ કરી દે તેવું જોવા મળી રહ્યું છે. ગૌરાંગ પટેલ હાલ ઉંઝા એપીએમસીનો ચેરમેન છે.
વલ્લભભાઈ કાકડિયા હાલ અમદાવાદના પૂર્વમાં આવેલ ઠક્કરબાપાનગર બેઠકનાં ધારાસભ્ય છે. હાલમાં વલ્લભાઈ કાકડિયા સરકારમાં મંત્રી પણ છે જોકે તેમની ઉંમર થઈ ગઈ હોવાથી તેમની ટિકિટ કપાય તેમ લાગી રહ્યું છે જેના કારણે તેઓ પાતાના પુત્ર મહેશ પટેલ પોતાની બેઠક પરથી ટિકિટ અપાવા માટે દોડધામ કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાની દશક્રોઈ વિધાનસભા બેઠક ઉપર બાબુભાઈ જમનાદાસ પટેલ હાલ ધારાસભ્ય છે. આંતરિક રાજકારણન અને જુથબંધીથી તેમની ટિકિટ પર અસર થઈ શકે તેમ લાગી રહ્યું છે. જેથી બાબુભાઈ જમનાદાસ પટેલ પોતાના પુત્ર કેતન પટેલે ટિકિટ અપાવવા માટે દોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેતન પટેલ હાલ રાજપથ ક્બલમાં ડિરેક્ટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -