કયા રાજ્યની પોલીસે ડમી પેશન્ટ મોકલી ગોધરામાં ચાલતાં લિંગ પરીક્ષણનું રેકેટ ઝડપી પાડ્યું? જાણો વિગત
રાજસ્થાન પોલીસ તથા સ્વાસ્થ્ય ટીમ દ્વારા બાતમીના આધારે ડમી પેશન્ટ લઇને સંતરોડ લીંગ પરીક્ષણના ઓપરેશન માટે આવ્યા હતા. સંતરોડ ખાતેથી સોનલબેન ખટવાણીએ કવિતાબેન ખીમાણીની મદદગારીથી લીંગ પરીક્ષણ કરવા ગોધરાની મેટરનીટી હોમના ડોક્ટર વસીમ મન્સુરી ત્યાં કરાવ્યું હતું. આમ ગેરકાયદે લીંગ પરિક્ષણ કરવાના ગુનામાં સોનલબેન તથા ગાડીના ડ્રાઈવર તથા મન્સોરના ડોક્ટરની ઘરપકડ રાજસ્થાન પોલીસે કરી હતી.
રાજસ્થાનની ટીમ ગોધરા ખાતેના મેટરનિટી હોમ ખાતે પહોંચતાં ડોક્ટર વસીમ મન્સુરી ફરાર થઈ ગયો હતો. રાજસ્થાન ટીમે મેટરનિટી હોમના તાળા ઉપર બીજું તાળું મારીને રાજસ્થાન જવા નીકળ્યા હતા. રાજસ્થાન ટીમ પર સંતરોડના બ્રીજ પાસે ટોળાએ હુમલો કરતાં રાજસ્થાન પોલીસે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જ્યારે પકડાયેલી સોનલબેને રાજસ્થાન લઈ જઈને તેની પુછપરછ કરતાં ચોકાવનારી માહિતી મળી આવી હતી.
ગોધરા 5 તથા સંતરોડ 2 ની મેટરનીટી હોસ્પીટલમાં એજન્ટ તરીકે કામ કરીને ગેરકાયદેસર લીંગ પરિક્ષણ કરાતી હોવાની કબુલાત કરી હોવાનું રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું. જ્યારે ગોધરાની મેટરનીટી હોમની પંચમહાલ જિલ્લા આરોગ્ય ટીમે સોનોગ્રાફી મશીનને સીલ કરવા આવી હતી પણ રાજસ્થાન ટીમે સોનાગ્રાફી મશીન વાળા રૂમમાં તાળું મારી દીધું હોવાની ફક્ત રીપોટિંગ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
રાજસ્થાનની ટીમે ગોધરાના મેટરીનીટી હોમ ખાતે તપાસ કરવા આવતાં ડોક્ટર ફરાર થઈ જતાં રાજસ્થાન ટીમે મેરટનીટી હોલને તાળા મારી દીધાં હતાં. જ્યારે પકડાયેલી નર્સે ગોધરા અને સંતરોડ ખાતેની મેટરનીટી હોસ્પિટલમાં મધ્યપ્રદેશના પેશન્ટોનું લીંગ પરીક્ષણ કરાવ્યું હોવાની કબુલાત કરી હોવાનું રાજસ્થાનના પોલીસે જણાવ્યું હતું.
ગોધરા: ગોધરામાં ગર્ભ પરિક્ષણ થતું હોવાના બાતમીના આધારે રાજસ્થાન પોલીસ તથા સ્વાસ્થ્ય અધિકારીઓની ટીમ સંતરોડ આવી પહોંચી હતી. સંતરોડની નર્સ દ્વારા ડમી પેશન્ટ સાથે ગોધરાની મેટરનિટી હોમમાં લીંગ પરીક્ષણ કરાવ્યું હતું. ત્યાર બાદ ગર્ભ પરીક્ષણના ગુનામાં સંતરોડની નર્સને પકડીને જતી ટીમ પોલીસ ટીમ પર સંતરોડ ખાતે હુમલો કર્યો હતો.