પેપર લીક કાંડઃ રૂપલ શર્મા છે બે સંતાનોની માતા, જાણો પતિથી કેમ લીધા હતા ડિવોર્સ ? મૂળ ક્યાંની છે ?
હાલ કસ્ટડીમાં રહેલી રૂપલના બંને બાળકોને ગાંધીનગર પોલીસ સંભાળી રહી છે. રૂપલ જે હોસ્ટેલમાં રેક્ટર હતી ત્યાં જ 10 વિદ્યાર્થીઓને જવાબો આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂપલનો પતિ બૂટલેગર હતો અને તેના ત્રાસથી જ તેણે પતિ પાસેથી છુટાછેડા લઈ લીધા હતા. રૂપલને એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પુત્ર આઠમા ધોરણમાં ભણે છે જ્યારે છોકરી છઠા ધોરણમાં અભ્યાસ કરે છે. રૂપલના પિતા એસઆરપીમાં પીએસઆઈ હતા. તેમના પિતાનું અવસાન થઇ ગયું છે. જ્યારે માતા નડિયાદમાં રહે છે અને ભાઈ રેલવે પોલીસમાં નોકરી કરે છે.
રૂપલના થોડાક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ તે પોતાના બે બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી. જો કે, હવે આ બાળકોનું શું કરવું તે બાબત પોલીસ માટે હાલ વિમાસણરૂપ બની ચૂકી છે. જો કે, એક બાબત સ્પષ્ટ છે કે રૂપલે બે બાળકોના નિર્વાહ માટે એલઆરડી પરીક્ષાનું પેપર લીક કર્યું હતું.
અમદાવાદઃ લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીકની આરોપી રૂપલ શર્માની તો હાલ ધરપકડ થઈ ચૂકી છે પરંતુ આ કારણથી તેના બે નાના બાળકો નિરાધાર થઈ ચૂક્યા છે. હાલ આ બંને બાળકોને સંભાળવાની જવાબદારી ગાંધીનગર પોલીસના શિરે જ આવી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -