ભરતસિંહ સોલંકીના માતાની યોજાઈ શ્રદ્ધાંજલિ સભા, CM રૂપાણીએ પાઠવી સાત્વના
85 વર્ષીય વિમળાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી. જે બાદ તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ શનિવારે બપોરે તેમનું નિધન થયું હતું. જેમનું રવિવારે સવારે સ્મશાન યાત્રા નીકળી હતી. ભરત સિંહ સોલંકીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન સેક્ટર 19 ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ પહોંચી ભરતસિંહ સોલંકીને દિલાસો આપ્યો હતો. આ સાથે જ ભાજપના નેતાઓ પણ તેમની માતાની મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના માતૃશ્રી અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ધર્મપત્ની વિમળાંબાના દુઃખદ અવસાન અંગે ગાંધીનગરમાં યોજાયેલી શ્રદ્ધાંજલી બેસણા સભામાં ઉપસ્થિત રહીને સોલંકી પરિવારને આ દુઃખદ પળે સાંત્વના પાઠવી સદ્દગત વિમળાં બાના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ગાંધીનગર: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની માતા વિમળાબેનનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. જેમનું આજે ગાંધીનગર ખાતે શ્રંદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને સાંત્વના પાઠવી સદ્દગત વિમળાં બાના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -