ગાંધીનગર: માનતા પુરી કરવા આજે હાર્દિક પટેલ રૂપાલ જશે, પોલીસે ફાડ્યા પોસ્ટર
પોલીસે હાર્દિક પટેલા પોસ્ટર ફાડ્યા છે તે વાતને લઇને જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે આ પ્રકાનો બનાવ બન્યો હોય તેની માહિતી હજુ મારા સુધી આવી નથી. રૂપાલમાં પોલીસે હાર્દિકના પોસ્ટર ફાડવામાં આવતા પાટીદારોમાં રોષ જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઇએ ફોન ઉપાડવાની તસ્દી દીધી હતી. પરંતુ પોલીસ દ્વારા પોસ્ટર ફાડવાની બાબતને લઇને એસપીએ કહ્યું હતું કે, પોલીસનું કામ સુરક્ષા કરવાનું છે. માતાજીના મંદિરમાં સોનાના દાગીના પડ્યા છે. ત્યારે પોલીસ પેટ્રોલીંગ કરે છે. પરંતુ પોલીસે પોસ્ટર ફાડ્યા તે વાત તદ્દન ખોટી છે. ગામમાં બે ભાગ પડી ગયા છે ત્યારે ઉશ્કેરવા માટે કામ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે.
બાપા સિતારામના માલિકે કહ્યું કે, નવરાત્રીના નવમાં નોરતે રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નિકળે છે. ગામમાં ઘીની નદીઓ વહે છે. ત્યારે પલ્લી દરમિયાન પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ માતાજીની માનતા પુરી કરવા માટે આવવાનો છે. જેને લઇને ગામના પાટીદાર ટેકેદાર દ્વારા ગામમાં હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર લગાવ્યા હતા. જેને સાતમાં નોરતાની રાત્રે પેથાપુર પોલીસ દ્વારા ખાનગી વાહનમાં આવીને બેનર ફાડી નાખવામાં આવ્યા છે. વહેલી સવારે 3:07 મીનીટે બે પોસ્ટર ફાડ્યા હતા. જ્યારે ત્રીજુ પોસ્ટર ફાડવા જતા જોવા મળતા ખાનગી વાહનમાં ઉભી પૂંછડીયે ભાગી ગયા હતા.બેનરમાં હાર્દિકની સાથે વરદાયિની માતાજીનો પણ ફોટો હતો. જેને રસ્તામાં રઝળતો કરી દેવામાં આવતા ભક્તોની લાગણી દુભાઇ છે.
ગાંધીનગર: વરદાયિની માતાજીના નામથી દેશ અને વિદેશમાં ખ્યાતિ પામનાર રૂપાલ ગામમાં હાર્દિક પટેલના પોસ્ટર લગાવાયા હતા. હાર્દિક પોતાની માનતા પુરી કરવા આવનાર હોવાથી પાટીદાર ટેકેદારોએ પોસ્ટર લગાવ્યા હતા. પરંતુ ગામના નાગરિકે જણાવ્યું કે, પેથાપુર પોલીસ દ્વારા હાર્દિકના પોસ્ટર ફાળી નાખવામાં આવ્યા છે. સાથે મા વરદાયિનીના ફોટાને પણ ફાડવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઇ છે. ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલા નહીં લેવાય તો જોવા જેવી થશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -