કોંગ્રેસે વધુ એક ઉમેદવાર બદલ્યો, જાણો કોને કાપીને કોને અપાઈ ટિકિટ, જાણો વિગત
આ ઉપરાંત જૂનાગઢમાં અમિત ઠુમ્મરને ટિકિટ આપવામાં આવી હતી જોકે કોંગ્રેસ સોમવારે રાતે ભીખાભાઈ જોશીને ટિકિટ આપી હતી. ભરૂચમાં કિરણ ઠાકોરનો વિરોધ થતાં જયેશ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરાછા રોડ પરથી પ્રફુલ્લ તોગડિયાના સ્થાને ધીરુ ગજેરાને ટીકિટ આપવામાં આવી છે. જ્યારે કામરેજ બેઠક પરથી નીલેશ કુંભાણીની જાહેરાત કરવામાં આવી હતી જોકે કોંગ્રેસે બાદમાં અશોક જીરાવાલાના નામની જાહેરાત કરી હતી.
બોટાદ બેઠક પરથી કોંગ્રેસે મનહર પટેલના નામની જાહેરાત કરી હતી જોકે ગુજરાતમાં પાટીદાર વિરોધને કારણે બોટાદ બેઠક પરથી ડી.એમ.પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉમેદવારોની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. સુરત, ભરૂચ સહિત કોંગ્રેસમાં માથાકુટ જોવા મળી હતી જેના કારણે કોંગ્રેસે ચાર બેઠકો પર ઉમેદવારો બદલ્યા હતાં. જેમાં આજે વધુ એક એક બેઠક પર ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. કોંગ્રેસ પ્રથમ યાદીમાં 77 ઉમેદવારો જાહેર કર્યા હતાં જ્યારે બીજી યાદીમાં 13 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસની નવ બેઠકોના નામ મોડીરાતે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતાં. પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા સુરતની કામરેજ, ભરૂચ, જૂનાગઢ, વરાછારોડના ઉમેદવારોને બદલવા પડ્યા હતાં જ્યારે આજે વધુ એક બોટાદ બેઠક પર કોંગ્રેસે નામ બદલ્યું છે.
કોંગ્રેસ દ્વારા રવિવારે 77 ઉમેદવારોની યાદી જાહેર કરાયા પછી એકાએક પાસ દ્વાર બંડ પોકારવામાં આવતાં ગુજરાતમાં હલચલ મચી ગઈ હતી. સોમવારે આખો દિવસ બંન્ને પક્ષો વચ્ચે મંત્રણાઓનો દોર ચાલ્યો હતો. પરિણામે કેટલાક સ્થાનો પર ઉમેદવારો બદલાયા હતાં. પાસની માગણી સામે કોંગ્રેસને ઝુકવું પડ્યું છે અને કોંગ્રેસને ત્રણ પાટીદાર ઉમેદવારોનો સમાવેશ કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -