અહમદ પટેલને જીતાડનારા છોટુ વસાવાની પાર્ટીને કોંગ્રેસે આપી કઈ 7 બેઠકો? કોણ લડશે ચૂંટણી?
છોટુવસાએ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે કોંગ્રેસે તેને કુલ 7 સીટ આપવાની વાત કહી છે. જેમાં ચાર સીટ પ્રથમ તબક્કામાં છે જેના નામ જાહેર થઈ ગયા છે જ્યારે એક સીટ અંકલેશ્વર પર છોટુવસાવા જે ઉમેદવાર નક્કી કરશે તે કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લશે. ઉપરાંત બીજા તબક્કા માટે બાકીની બે સીટ કોંગ્રેસ છોટુવસાવને આપશે. આ સંભવિત સીટ વાઘોડીયા અને લિમખેડા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત માંગરોળ સીટ પરથી પણ છોટુવસાવાએ પોતાનો ઉમેદવારો તરીકે ઉત્તમ વસાવાને ટિકિટ આપી છે. જ્યારે રાજકોટ-ઇસ્ટ પરથી કરના મલહારીને ટિકિટ આપવામાં આવી છે.
નાંદોદ બેઠક માટે ભાજપના શબ્દશરણ તડવીએ ઉમેદવારી નોંધાવી છે. નિતીશકુમારના જે.ડી.યુ.માંથી તડવી જેસંગ રણછોડે ઉમેદવારી નોંધાવી છે. માંગરોળ બેઠક પર ગણપત વસાવા સામે ઉત્તમ વસાવા લડશે.
છોટુ વસાવાએ પોતાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી બનાવી છે અને તેમના પુત્ર અને દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાને ટિકિટ આપતા તેણે બી.ટી.પી. માંથી ફોર્મ ભર્યુ છે. ભાજપના રીપીટ ધારાસભ્ય મોતીલાલ વસાવાએ ફોર્મ ભર્યુ છે.
દેડિયાપાડા બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર નથી મૂક્યો. જોકે જે.ડી.યુ.ના ''તીર'' ના નિશાન સંદર્ભે શરદ યાદવ અને નિતિશકુમાર વચ્ચે ચૂંટણીપંચમાં વિવાદ થતા 'તીર'નું નિશાન નિતીશકુમાર પાસે રહ્યં છે.
રાજપીપળાઃ તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં જે.ડી.યુ.ના છોટુભાઇ વસાવાએ કોંગ્રેસના અહેમદ પટેલને એક મત આપીને વિજેતા બનાવ્યા હતા ત્યારે જે.ડી.યુ.એ દેડિયાપાડા અને ઝઘડિયા જેવી બેઠક માટે ગઠબંધન કર્યુ છે. છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પાસે 7 બેઠકની માગ કરી હતી જેને માન્ય રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -