PM મોદીના વખાણ બદલ ગુજરાતમાં કોંગ્રેસે સસ્પેન્ડ કરેલી આ મહિલા નેતાનો અંદાજ તમને કરી દેશે દંગ, જુઓ તસવીરો
નવસારીનાં કોંગ્રેસ કોર્પોરેટર કૃતિકા વૈદ્યે પોતાના મતવિસ્તાર વોર્ડ નંબર 11ના વોટ્સએપ ગ્રુપમાં 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નિર્ણયને વખાણ્યો હતો. તેમણે આ ગ્રુપમાં એવો મેસેજ મૂક્યો છે કે ‘હવે મને બહુ ગર્વ થાય છે, મોદીજી પર.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિકા વૈદ આટલેથી નથી અટક્યાં અને ‘આઈ લવ મોદીજી’ લખી હાર્ટનાં સિમ્બોલ મૂક્યાં છે. વોર્ડ નંબર 11ના મતદારોએ પોતાના પ્રશ્નોની રજૂઆત માટે દસેરા ટેકરી વોર્ડ નામે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં કૃતિકા વૈદે આ કોમેન્ટ્સ કરી છે. (Photos: facebook)
નવસારીઃ મોદીના વખાણ કરવા માટે કોંગ્રેસે તેના એક કોર્પોરેટરને સસ્પેંડ કર્યા હતા. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો બદલી તેના કારણે કોંગ્રેસ મોદી સામે ઉગ્રતાથી કૂદી પડી છે ત્યારે કોંગ્રેસનાં એક મહિલા નેતા કૃતિકા વૈદ્યેએ મોદીનાં વખાણ કરતા મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂકતાં વિવાદ સર્જાયો હતો. જે બાદ તેમને પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -