ઈન્દ્રનીલ રાજ્યુગુરુએ સમર્થકો સાથે CM રૂપાણીના બંગલે કરી ધમાલ, ટોળાં પર પોલીસે કર્યો લાઠીચાર્જ, જાણો વિગત
પોલીસને પણ કહ્યું હતું કે, અમને બધાંને પણ માર મારો. આ સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જ્યાં ધક્કા-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોલીસે ટોળાંને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ પારસ સોસાયટીમાં વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને ભાજપના કાર્યકરોના ટોળાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. બીજી તરફ રવિવારે રાજકોટમાં નિર્ધારીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા નહીં થવા દેવાની પણ કોંગ્રેસે ચીમકી આપી છે.
રાજકોટ: રાજકોટ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુ પર શનિવારે રાત્રે 20 જેટલા શખ્સોએ બેનર ઉતારવાના મામલે હુમલો કરતાં મોઢા અને માથામાં ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ તેમના ટેકેદારો સાથે મુખ્યમંત્રીના નિર્મલા રોડ પર પારસ સોસાયટીમાં આવેલા બંગલે દોડી આવ્યા હતાં. જ્યાં ભારે ધક્કા-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
ઈન્દ્રનીલ રાજ્યગુરુને પોલીસવાનમાં પોલીસ હેડક્વાર્ટર લઈ જવાતા મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોના ટોળાં ત્યાં પહોંચ્યા હતા અને ઈન્દ્રનીલને છોડી દેવાની માગણી સાથે ધરણાં પર બેસી ગયા હતા.
11 વાગ્યા બાદ ઈન્દ્રનીલ અને વિધાનસભા 68ના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. રાત્રિના 10:30 વાગ્યે ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમના ટેકેદારો સાથે મુખ્યમંત્રી રૂપાણીના બંગલે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઈન્દ્રનીલ રાજ્યુગુરુના સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. રાત્રિના 11 વાગ્યા સુધી પરિસ્થિતિ તંગ જોવા મળી હતી. આખા રાજકોટની પોલીસને મુખ્યમંત્રીના બંગલા અને જે સ્થળે હુમલો થયો ત્યાં ખડકી દેવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -