સોમનાથના શરણે આવેલા અમિત શાહ સરદારની પ્રતિમાને વંદન કરવાનું ચૂક્યા!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીરગઢડા અને ઉના તાલુકાનાં 31 ગામોનાં આગેવાનો-લોકો ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહનું વેરાવળમાં યુવાનોએ બાઇક રેલી કાઢી સ્વાગત કર્યું હતું.
શાહે કોડીનારનાં ખાંડ ઉદ્યોગ સહિતની સંસ્થાઓ કોંગ્રેસનાં શાસનમાં પાયમાલ બની હોવાનાં આક્ષેપો પણ કર્યા હતા.
વેરાવળઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે રાત્રે તેમણે વેરાવળમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં ભાજપને જીત અપાવવા માટે શાહ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે સવારે (શનિવાર) તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા કર્યા હતા. અહીં તેમણે ભાજપને સફળતા માટે તે માટે કામના કરી હતી.
તેમણે રાહુલ ગાંધીને એવો પડકાર ફેંક્યો હતો કે, ભાજપ વિકાસનાં મુદ્દે ગુજરાતમાં અને દેશમાં ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ ક્યા મુદ્દા પર લડી રહી છે. તેનો જવાબ રાહુલ ગાંધી આપે.
જોકે, અમિત શાહનો કાફલો સરદારની પ્રતિમા પાસે રોકાયા વગર પસાર થઈ ગયો હતો. અમિત શાહ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરવાનુ ચૂકી જતાં ત્યાં હાજર પૂજારીએ પુષ્પાંજલિ કરવી પડી હતી. સોમનાથ મંદિરના પ્રાંગણમાં જ સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીં આવ્યા ત્યારે તેઓ સરદાર પટેલની પ્રતિમાને પણ વંદન કરે તેવી વ્યવસ્થા અગાઉથી જ ગોઠવવામાં આવી હતી.
જોકે, સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવનારા સરદાર પટેલની પ્રતિમાને વંદન કરવાનું અમિત શાહ ચૂકી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, સરદારની પ્રતિમા પાસે ફુલહાર અને પૂજારીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
કોડીનાર,વેરાવળ અને માંગરોળમાં અમિત શાહે સભા સંબોધી હતી. સભામાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ કોંગ્રેસનાં સુપડાં સાફ કરી ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -