રાજકોટના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર થયો હુમલો, પછી પોલીસે શું કર્યું, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: શનિવાર રાતે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર હુમલો થયો હતો ત્યાર બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના કાર્યકરો સાથે મુખ્યમંત્રીના બંગલે પહોંચ્યા ત્યારે ભારે ધમાલના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે સૌ પ્રથમ તો સમજાવટ કરીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે લાલ આંખ કરવી પડી હતી. મહિલાઓ પર હળવો લાઠીચાર્જ પણ કરાયો હતો.
આમ છતાં રાજીવ સાતવ ટસના મસ ન થતાં અંતે તેઓની પણ અટકાયત કરીને પોલીસ હેડક્વાર્ટરમાં રાજ્યગુરુ અને દોંગાની સાથે જ બેસાડી દેવાયા હતા.
જોકે પોલીસ હેડક્વાર્ટરના ગેટે રિક્રૂટ પોલીસ કર્મચારીઓની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે રાજીવ સાતવને પરત ચાલ્યા જવા પોલીસે અનેક વખત જણાવ્યું હતું.
કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી રાજીવ સાતવ પણ શનિવારની મોડીરાત્રે પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીને વખોડી હતી અને અટકાયતમાં રખાયેલા કોંગ્રેસના આગેવાનોને મળવાની જીદ કરી હતી.
સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસ ફૂંકી-ફૂંકીને છાશ પી રહી છે. રવિવારે રાજકોટમાં મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ કોઈપણ ભોગે મોદીની સભા અમે નહીં થવા દઈએ.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મિતુલ દોંગા સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. તમામ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પ્રમાણે અલગ-અલગ ગુના પણ દાખલ કરવામાં આવશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપના આગેવાનો અને કાર્યકરોના ટોળાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -