અમિત શાહ રાજ્યસભામાં જીતી જશે, કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન ? જાણો વિગત
જો કે અમારા ધારાસભ્યોને કરોડો રૂપિયા ઓફર થયા હોવા છતાં અને તેમના પરિવારજનોને ધમકી મળ્યા છતાંય ધારસભ્યો કોંગ્રેસને સમર્પિત છે. તેમણે લોકોના ચુકાદાને માન આપ્યું છે અને તે કોંગ્રેસ પાર્ટીને સંપૂર્ણ રીતે સમર્પિત છે. તેમણે અહમદ પટેલ જીતી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભરતસિંહે જણાવ્યું કે, અહેમદ પટેલ અને અમિત શાહ આ ચૂંટણી આસાનીથી જીતી જશે. સ્પર્ધા માત્ર સ્મૃતિ ઈરાની અને બલવંતસિંહ રાજપૂત વચ્ચે જ રહેશે. સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યો સાથે સોદાબાજી કરવા પર ઉતરી આવ્યો છે અને તે અમારા વધુને વધુ ધારાસભ્યોને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે અહેમદ પટેલ રાજય સભાની બેઠક આસાનીથી જીતી જશે. ભાજપે અહમદ પટેલ સામે કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા બલવંત સિંહ રાજપુતને ઉતાર્યા હોવા છતાંય આ સીટ કોંગ્રેસને જ મળશે તેવો વિશ્વાસ ભરતસિંહ સોલંકીને છે.
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના બદલે ભાજપે વહેલી ચૂંટણી યોજવી જોઈએ. વડાપ્રધાન મોદીએ નેપાલ, બાંગ્લાદેશ અને બીજા દેશો માટે રૂપિયા ૪૦૦૦ કરોડ અને ૫૦૦૦ કરોડની સહાય જાહેર કરી હતી તેમણે ઉત્તર ગુજરાત માટે માત્ર રૂપિયા ૫૦૦ કરોડ જ કેમ ફાળવ્યા તેવો પ્રશ્ન પણ વિપક્ષે ઊઠાવ્યો છે.