હાર્દિક પટેલ ફરી મેદાનમાં, પાટીદાર અનામત માટે આ મહિને ક્યાં કરશે બે મહાસંમેલન? જાણો કેટલાં લોકો ઉમટશે?
આ ઉપરાંત 26 ઓગષ્ટે પાટણ ખાતે 'પાટીદાર શહિદ દિન' મનાવાશે. જેમાં 50 હજાર પાટીદારો ઉમટી પડશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું છે. બે વર્ષ પહેલાં 25 ઓગસ્ટે અમદાવાદના જીઆઈડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે 25 લાખ પાટીદારોને એકઠા કરીને શક્તિ પ્રદર્શન કર્યું પછી અનામત આંદોલન ભડક્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરવામાં આવી છે કે, જો કોઇ ફેરફાર ન થાય તો અમદાવાદમાં 5 ઓગષ્ટે 30 હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળનાર છે. જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી કમસે કમ 1-1 પાટીદાર આવશે.
પાટીદારોને અનામત સહિતની અલગ - અલગ માંગણીઓ સાથે શરૂ થયેલુ આ આંદોલન યેનકેન પ્રકારે સંકેલી લેવાય તે માટે રાજ્ય સરકાર અને ભાજપ તરફથી તમામ પ્રકારના પ્રયાસો થયા છે. આ આંદોલનમાં 14 યુવાનોની આહુતિ લેવાઇ છે. કરોડો રૂપિયાની માલ-મિલ્કતને નુકસાન થયું છે તેમ છતાં આંદોલન શાંત થયું નથી.
અમદાવાદઃ રાજ્ય સરકારની વિવિધ નોકરીઓમાં, શાળા - કોલેજોમાં અને મળવાપાત્ર તમામ સંસ્થાઓમાં પાટીદારોને અનામત જગ્યાનો લાભ આપવાની માગણી સાથે શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન પુરી તાકાત સાથે ફરી શરૂ કરાશે. આ માટે ૨૫ ઓગષ્ટે પાટણમાં ૫૧ હજાર યુવકો એકઠા થશે.
પાટીદારોમાં અંદરખાને સરકાર સામે આક્રોશ છે. ગામડાના નાનામાં નાના પાટીદારને પણ આ પ્રશ્ને સરકાર સામે ભારોભાર રોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પાટીદારોના આ રોષ અને અપાયેલા ભોગને ન્યાય અપાવવા માટે પાસ તરફથી આ આંદોલનમાં ફરી પ્રાણ પુરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પહેલાં ૫ ઓગષ્ટે અમદાવાદમાં ૩૦ હજાર પાટીદારોનું સંમેલન મળશે તેમ પાસના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું છે. સોલા ભાગવતમાં ઉમિયાધામ ખાતે મળનારા આ સંમેલનને ક્રાન્તિકારી કાર્યકર્તા સંમેલન નામ અપાયું છે. આ સંમેલનમાં ગુજરાતનાં 7000 ગામોમાંથી કાર્યકરો ઉમટી પડશે તેવો દાવો કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -