બનાસકાંઠામાં ચૂંટણી પહેલા કયા ટોચના નેતાએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, આગામી 21 ફેબ્રુઆરીએ ખેડા અને બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી સહિત 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જ્યારે તેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ જ જાહેર થઇ જશે. બે જિલ્લા પંચાયતમાં 3762 અને 17 તાલુકા પંચાયતમાં 2995 મતદાન મથક રહેશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે પોલીસ તંત્ર અને અધિકારીઓ કાર્યરત રહેશે.
ઉલ્લેખનીય છે કે, કાનજી અત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં સભ્ય છે. રાજીનામાં બાદ કોંગ્રેસમાં ગાબડું પડી ગયું છે. આ બળવાથી હવે વાવ સહિત જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાઇ શકે છે.
માહિતી પ્રમાણે, બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા જ વાવના કોંગ્રેસના કદાવર નેતા કાનજી રાજપૂતે પક્ષ સાથે છેડો ફાડતા, કોંગ્રેસમાં ખલબલી મચી ગઇ છે. કાનજીએ આરોપ મુક્યો છે કે તેમનું પાર્ટી દ્વારા સતત અપમાન અને અવગણના થઇ રહી છે.
વાવઃ રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે રાજકીય પક્ષોમાં ખટરાગ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતા કાનજી રાજપૂત પાર્ટીથી દુર થઇ ગયા છે. તેમને પાર્ટીમાં થતી અવગણનાને લઇને પક્ષ સાથે છેડો ફાડી દેતા જિલ્લામાં રાજકીય ભૂકંપની સ્થિતિ પેદા થઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -