વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલી જિલ્લામાં જ ક્યા કોળી નેતાએ કઈ રીતે વાઢ્યું કોંગ્રેસનું નાક? જાણો વિગત
આ કપાયેલા એ 2 સભ્યો હજુ ય ભાજપની તરફેણમાં રહે છે કે નારાજગીથી નિષ્ક્રિય રહે છે તેના પર ભાજપની જીતનો આધાર છે. દરમિયાન, અંબરિશ ડેર તેમજ પરેશ ધાનાણી પણ જાફરાબાદમાં કપાયેલું નાક રાજુલામાં સાચવી લેવા એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ટી ઈન્કમબન્સી ખાળવા ભાજપે પાલિકાના વર્તમાન પ્રમુખ સંજંયભાઈ ધાખડા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડાને ટિકિટ આપવાનું ટાળ્યું છે. શહેર વિસ્તારમાં ધાખડા પરિવારનો પ્રભાવ જોતાં ભાજપને આ જુગાર ભારે પણ પડી શકે છે. આમ ભાજપે 2 સભ્યોની ટિકિટ કાપી છે.
બીજી તરફ હીરાભાઈ સોલંકીના પ્રયત્નોના કારણે કોળી સમાજના અગ્રણી અને શહેર કોંગ્રેસપ્રમુખ ચંદુભાઈ ભાજપમાં જોડાઈ જતાં કોળી સમાજે પણ કોંગ્રેસથી મોં ફેરવી લીધું. તેથી ફોર્મ ભરવાની મુદતના છેલ્લાં દિવસ સુધી સ્થાનિક ધારાસભ્યના અનેક પ્રયાસો છતાં બંને સમાજમાંથી કોઈએ કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી કરવાનું ટાળ્યું.
ભાજપના જૂના નેતા તરીકે ભગુભાઈએ પણ પાલિકા કોંગ્રેસના હાથમાં જતી રોકવા કોળી સમાજને તક આપવાનું સ્વીકારી લીધું. ભગુભાઈએ ખારવા સમાજના પટેલ તરીકે ભાજપને સમર્થનનો આદેશ જાહેર કરતાં અંબરિશ ડેરના ત્રણ દિવસના પ્રયત્નો છતાં ખારવા સમાજમાંથી કોંગ્રેસને એકેય ઉમેદવાર મળ્યો ન હતો.
જાફરાબાદ વિસ્તારમાં કોળી અને ખારવા સમાજનું પ્રભુત્વ લગભગ સરખું જ છે. પાલિકામાં ખારવા સમાજના નેતા પટેલ ભગુભાઈ સોલંકી ભારે પ્રભુત્વ ધરાવે છે. હિરાલાલે ભગુભાઈને મનાવીને પાલિકાના પ્રમુખપદે કોળી સમાજ માટે જગ્યા કરી આપવા સમજૂતી કરી હોવાનું કહેવાય છે.
જો કે ધાખડા પરિવારમાં ભાજપ, કોંગ્રેસે તડાં પડાવ્યા છે. દિપેનભાઈ અને છત્રજિતભાઈ ધાખડા કોંગ્રેસમાંથી, તો અશોકભાઈ ધાખડા અને વનરાજભાઈ ધાખડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે કોંગ્રેસ માટે અહીં તક છે કેમ કે બાજપે ધાખડા પરિવારને બે સભ્યોને ટિકિટ નથી આપી.
આમ ભાજપે બિનહરિફ જાફરાબાદ નગરપાલિકા કબજે કકતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું તેમના જ જિલ્લાએ નાક કાપ્યું. કોંગ્રેસનો સઘળો દારોમદાર હવે રાજુલા પર છે. અંબરિશ ડેર રાજુલાના છે. તેમને મળેલી સરસાઈમાં પણ રાજુલાનો સિંહફાળો હતો. રાજુલા પાલિકામાં કાઠી સમાજના ધાખડા પરિવારનું વર્ચસ્વ છે.
રાજુલા-જાફરાબાદ મતવિસ્તારમાંથી ભાજપના હિરાલાલ સોલંકી 22 વર્ષથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, જેમનો હાલમાં પરાજય થયો છે. આ હાર પછી હિરાલાલે ફરી બેઠા માટે કમર કસી અને અંબરિશ ડેરની જીતમાં મહત્વનું યોગદાન આપનાર બંને શહેરોમાં ડેરને અને ધાનાણીને પછડાટ આપવા માટે તેમણે આબાદ વ્યુહરચના બનાવી.
ધાનાણીએ રાજુલા-જાફરાબાદ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરિશ ડેરને તમામ જવાબદારી સોંપી હતી. અંબરિશ ડેરે સળંગ ત્રણ દિવસ સુધી જાફરાબાદ ખાતે ધામા નાંખ્યા હતા છતાં કોંગ્રેસને 22 પૈકી એકપણ બેઠક માટે ઉમેદવાર સુદ્ધાં મળ્યો નહીં તેનું કારણ હીરાભાઈ સોલંકી છે.
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ ફાયદો કરાવનારા અમરેલી જિલ્લામાં આવેલી જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસને સમ ખાવા પૂરતો એકેય ઉમેદવાર જ ન મળતાં ભાજપે ચૂંટણી પહેલાં જ બિનહરિફ રીતે આ નગરપાલિકા કબજે કરી છે.
આ ઘટનાથી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નાક વઢાઈ ગયું છે. પરેશ ધાનાણીનું નાક વાઢવાનો યશ ભાજપના કોળી નેતા હીરાભાઈ સોલંકીને જાય છે. વિપક્ષના નેતા બન્યા પછી પરેશ ધાનાણીએ આ બંને પાલિકાઓની ચૂંટણીનું રાજકીય મહત્વ પારખીને બંને નગરપાલિકા જીતવા કમર કસી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -