ખાસ સાથીદાર લલિત વસોયા હાર્દિક પટેલથી નારાજ, જાણો શું કાઢ્યો બળાપો?
તેમણે ઉમેર્યું કે, યાત્રા ઉંઝા પહોંચી ત્યાં સુધીમાં 25 હજારથી વધારે લોકો જોડાયા હતા. સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત અથવા મંત્રણા કરે. આ સરકાર વિનાશ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાશકાળે વિપરિત બુદ્ધિ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાત્રામાં જોડાયેલા કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક સામે નારાજગી વ્યક્તિ કરતાં કહ્યું કે, હું સ્પષ્ટપણે કહું છું કે, અમે હાર્દિક પટેલના નિર્ણયથી નારાજ છીએ. વસોયાએ બળાપો કાઢ્યો કે, આ નફ્ફટ સરકાર સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય પણ હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું.
હાર્દિક પટેલ હજુ પણ મક્કમ છે, તેણે ત્રણ મુખ્ય માંગણીઓ ન સંતોષવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે. હાર્દિકના આ નિર્ણયથી ખાસ સાથી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા નારાજ છે. હાર્દિકના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના માટે રવિવારે પાટણથી ઉંઝા સુધીની સદભાવના રથયાત્રા નિકળી હતી.
જો કે વસોયાએ સ્પષ્ટતા કરી કે, હું હાર્દિકની સાથે છું અને રહીશ. મારી નારાજગી હાર્દિકની બગડતી તબિયતના કારણે છે અને મારા જેવી લાગણી તેની નજીકનાં મોટાં ભાગનાં લોકોની છે. વસોયાએ આગળ જણાવ્યું કે, પાટણથી નીકળેલી યાત્રામાં 10 હજારથી વધારે લોકો જોડોયા હતા.
અમદાવાદઃ પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની મુક્તિ મામલે હાર્દિક પટેલે ફરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકના ઉપવાસ આજે સોમવારે 17મા દિવસમાં પ્રવેશ્યા છે. બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારથી હાર્દિકે ઉપવાસ ફરી ચાલુ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -