Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદનો ચાર્જ સંભાળ્યા પહેલા કરી પૂજા, જુઓ તસવીરો
વિપક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પરેશ ધાનાણી કોંગ્રેસનાં ચૂંટાયેલા ધારાસભ્યો સાથે એક મહત્વની બેઠક યોજવાના છે અને તેમાં વિધાનસભામાં ગુજરાતની જનતાના પ્રશ્નો ખાસ કરીને પાણી, ખેતી, સિંચાઈ, રોજગારી, શિક્ષણ સહિતની સમસ્યાઓ તેમજ ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દાઓને લઈ સરકારને કેવી રીતે માંગણી કરી તેની અસરકારક અને ઝડપી અમલવારી કરાવવી તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેથી હવે આજે પરેશ ધાનાણી ગાંધીનગરમાં સચિવાલય ખાતે વિરોધપક્ષના નેતા તરીકે વિધિવત કાર્યકાર સંભાળ્યો હતો. આ પ્રંસગે કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
જોકે, આંતરિક વિવાદ અને બળાપા વચ્ચે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના માનીતા અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી પર પસંદગી ઉતારી હતી અને તેમની વિરોધપક્ષના નેતા તરીકે નિમણૂંક કરી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસના ઉત્કૃષ્ટ અને આક્રમક દેખાવ બાદ વિધાનસભામાં સરકારની સામે રજૂઆત કરવામાં અને લડત આપવામાં મજબૂત નેતાને જવાબદારી સોંપવાનું કામ કોંગ્રેસ માટે ઘણું કપરું હતું.
ગાંધીનગર સચિવાલય ખાતે આજે પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ પરેશ ધાનાણી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવશે અને વિધાનસભામાં ખેડૂતો, યુવાનો, મહિલા સુરક્ષા સહિતના પ્રશ્નોને લઈને ભાજપ સરકારને કેવી રીતે ઘેરવી તેની નવી રણનીતિ બનાવી હતી.
આ માટે પરેશ ધાનાણી કોંગ્રેસના ધારાસભ્યોને કેટલીક સૂચના અને નિર્દેશો પણ આપશે તો સાથે સાથે પક્ષના કેટલાક સિનિયર નેતાઓ અને ધારાસભ્યો પાસેથી સૂચન પણ જાણશે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે આ વખતે કરો યા મરો જેવી સ્થિતી હતી જેમાં ભાજપની 99 બેઠકો સાથે જીત થઈ હતી જ્યારે કોંગ્રેસ 80 બેઠકો મળી હતી. કોંગ્રેસ પક્ષના યુવા નેતા પરેશ ધાનાણી આજે વિધિવત રીતે વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકેનો સત્તાવાર સાર્જ સંભાળ્યો હતો. જોકે આ પહેલા તેમણે વિધિવત રીતે પૂજા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -