પદ્માવતના વિરોધ વચ્ચે કરણી સેનાના ગુજરાત પ્રમુખે આપી રાજીનામાની ચીમકી, જાણો શું છે કારણ
કરણી સેનાએ આ તમામ અસામાજીક ઘટનાઓને નિંદનીય ગણી છે. કરણી સેનાએ આ અંગે કાર્યવાહીની પણ માગ કરી છે. ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારે પણ શાંતિ જાળવવાની અપીલ સાથે વિરોધને અર્થહીન ગણાવતા કડક કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણી સેના દ્વારા આ વિરોધ પ્રદર્શનને પગલે થઈ રહેલા તોફાનોને જાકારો અપાયો છે. કરણી સેનાના નામે કેટલાક અસામાજીક તત્વો આંદોલનમાં જોડાઈ ગયા છે અને આ રીતે કાયદાને હાથમા લેવાની વૃત્તિથી તોફાનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કરણી સેનાએ પોતાના કાર્યકરોને હિંસા અને તોફાનો અટકાવવા માટે અનુરોધ કર્યો છે.
કરણી સેનાએ ફિલ્મના વિરોધમાં ઠેર ઠેર સીનેમા ઘરોમાં તોડફોડ, રોડ પર આગચંપી, પોલીસ સાથે ઝપાઝપી વગેરે જેવા બનાવો બન્યા છે. ફિલ્મના વિરોધમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, નવસારી, વડગામ, થરાદ, ધોળકા, રાજકોટ વગેરે શહેરો-જિલ્લાઓમાં આગચંપીથી માંડી તોડફોડ સહિતના બનાવો બન્યા છે.
શૂંટીંગના સમયથી જ વિવાદોથી ઘેરાયેલી આ ફિલ્મમાં ઘણા ફેરફાર કરાયા તે પછી 4 રાજ્યોએ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે પછી સુપ્રિમ કોર્ટે ફિલ્મનો પ્રતિબંધ હટાવી ફિલ્મને સમયસર તારીખે રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કરણી સેનાએ તેનો પણ વિરોધ કર્યો છે.
કરણી સેના ગુજરાના પ્રમુખ રાજભા શેખાવતે કહ્યું કે, કાર્યકરો શાંતિ જાળવવામાં મદદ કરે કારણ કે તોફાની તત્વો અને અસામાજીક તત્વો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે જેને કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ રહી છે. અને જો તોફાનો બંધ નહીં થાય તો હું રાજીનામું આપી દઈશ.
ગાંધીનગરઃ પદ્માવત ફિલ્મ રિલીઝ થવાને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર ફિલ્મના વિરોધમાં દેખાવો અને તોડફોડ થઈ રહી છે. જોકે કરણી સેનાના ગુજરાત પ્રમખ રાજભા શેખાવતે થઈ રહેલ વિરોધ વચ્ચે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -