ગુજકેટની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, હવે કઈ તારીખે લેવાશે પરીક્ષા, જાણો વિગત
જે મુજબ 2019ના વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સ એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા 4 એપ્રિલ 2019નાં રોજ ગુરૂવારે સવારે 10થી 4 સુધી જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધો.12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
ગુજકેટનો અભ્યાસક્રમ ધો.12ના હાલના અભ્યાસક્રમ આધારિત રહેશે. જેમાં એમસીક્યુ પ્રશ્નપત્રો રહેશે. ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના 40 પ્રશ્નો તથા 40 ગુણ રહેશે. ફિઝીક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સંયુક્ત રહેશે. બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ અલગ રહેશે. તેની ઓએમઆર શીટ પણ અલગ આપવામાં આવશે.
પહેલા શિક્ષણ બોર્ડે ગુજકેટની તારીખ 30મી માર્ચ જાહેર કરી હતી. આ પરીક્ષા અલગ-અલગ ચાર ઝોનમાં લેવામાં આવશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે.
ગાંધીનગર: ગુજકેટ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 30 માર્ચના બદલે હવે 4 એપ્રિલે પરીક્ષા લેવામાં આવશે. 30 માર્ચના CBSEની પરીક્ષા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષામાં ફેરફાર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -