ગુજરાત વિધાનસભામાંથી બહાર નિકળતાં જ કોંગ્રેસના ક્યા ધારાસભ્યને ભાજપના ધારાસભ્યોએ ઘેરીને ફટકાર્યા? લોબીમાં પણ થયું દંગલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે સામસામા આક્ષેપો થયા હતા. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, મને કોંગ્રેસના ધારાસભ્યોએ મારી નાખવાની ધમકી આપી હતી અને આ મામલે હું પોલીસ ફરિયાદ નોંધાવવાનો છું.
અમરીશ ડેરને ભાજપના ધારાસભ્યો મારતા હતા ત્યારે કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ અમરીશ ડેરને બચાવવા આવી જતા વિધાનસભાની લોબીમાં પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. પરિણામે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.
વિધાનસભામાં હોબાળો મચાવનારા અમરીશ ડેર બહાર આવ્યા કે તરત જ તેમને ભાજપના 7-8 ધારાસભ્યોએ ઘેરી લીધા હતા અને પછી ફટકાર્યા હતા. આ મારા મારીમાં ભાજપના ધારાસભ્યો સામેલ હતા.
કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારીની આ ઘટનાને પગલે વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રકાઈ હતી. એ પછી ધારાસભ્યો ગૃહ બહાર આવી રહ્યા હતા ત્યારે વિધાનસભાની બહાર લોબીમાં ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ઘેરીને માર માર્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે ત્યારે આ ઓછું હોય તેમ વિધાનસભાની બહાર પણ ધારાસભ્યો બાખડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -