કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં રોકાશે તે આણંદના નિજાનંદ રીસોર્ટમાં છે ફાઈવ સ્ટાર ફેસિલિટીઝ, એક દિવસનું ભાડું છે 18 હજાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિજાનંદ રિસોર્ટના એમ્ફિથિએટરમાં 200થી 300 લોકો સમાઇ શકે એટલી જગ્યા છે. લગ્ન રિસેપ્શન અને ગરબા કે પછી પાર્ટી માટે અહી ખુબજ મોટું લેન્ડસ્કેપ ગાર્ડન્સ બનાવવામાં આવ્યું છે. બીઝનેસને લખતી મિટિંગ્ઝ માટે અહી બોર્ડ રૂમની સુવિધા પણ કરેલી છે. સાથો સાથ અહી ફેમિલી જોડે વન ડે પીકનીક પણ એન્જોય કરી શકાય છે. અહી હંમેશા વેડિંગ. બર્થડે પાર્ટી જેવા ફંકશન માટે બુકિંગ ચાલતું રહે છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ નિજાનંદ રિસોર્ટની તસવીરો...
ધારાસભ્યોને જે નિજાનંદ રિસોર્ટમાં રાખવામાં આવવાના છે તેની રવિવારે ડીવાયએસપીએ આ રિસોર્ટની મુલાકાત લીધી હતી. રિસોર્ટમાં છે 5 સ્ટાર જેવી સુવિધાઓ. મળતી માહિતી પ્રમાણે આ રિસોર્ટમાં રોકાનાર એક વ્યક્તિનું ભાડું જ આશરે 18 હજારની આસપાસ હોય છે અને જમવાનો ખર્ચ 12000 જેટલો થાય છે, અહીં 8 એપાર્ટમેન્ટ સ્ટાઇલ કોટોજીસ છે. આ રિસોર્ટમાં બર્થ-ડે સેલિબ્રેશન, પ્રિ-વેડિંગ ફોટોશૂટ, એક્ઝિબિશન, ડેસ્ટિનેશન વેડિંગ, પુલસાઇડ પાર્ટી, ફેમિલી ટ્રીપ માટે વધારે પ્રખ્યાત બની ગયું છે.
અમદાવાદઃ કર્ણાટકમાં બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં નવ દિવસ રોકાયા બાદ કૉંગ્રેસના તમામ ધારાસભ્યો ગુજરાત પરત ફર્યા છે. રાજ્યસભાની ચૂંટણીનું આવતી કાલે મતદાન છે ત્યારે કાલ સુધી કૉંગી ધારાસભ્યો આણંદમાં રોકાશે. ધારાસભ્યોના આગમનના પગલે તેમના માટે પોલીસ સુરક્ષાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરાઇ હતી અને જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી.
કહેવત છે કે ‘દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે’ હાલ આવો જ ઘાટ ગુજરાત કોંગ્રેસમાં સર્જાયો છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્યો બાબતે કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી. તેઓ હજુ પણ ધારાસભ્યોની માહિતી ગુપ્ત રાખવા ઇચ્છે છે કેમ કે ભાજપે અગાઉ તેમના ધારાસભ્યો તોડ્યા છે અને હવે તેમની પાસે રહેલા ધારાસભ્યોના એક-એક મત અમૂલ્ય હોવાથી તેઓ તમામને સલામત રીતે કોંગ્રેસમાં જ રાખવા મથામણ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -