કોંગ્રેસના ધારાસભ્યો સુધી ભાજપ ન પહોંચે માટે 50 લક્ઝુરીયસ કાર સાથે કોંગ્રેસે કરી શું વ્યવસ્થા? જાણો
સાથે સાથે યુવા કાર્યકરોને પણ કામે લગાડાયા છે. આ 500 કાર્યકરોની યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે રવિવારે બેઠક બોલાવી હતી. ધારાસભ્યોનો કોઇ સંપર્ક કરવાનો પ્રયાસ કરે કે કોઇપણરીતે ડરાવવા, ધમકાવવાનો પ્રયાસ કરે તો તેવા પ્રયાસને પહોંચી વળવા માટે 10 જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તમામ યુવાનો સોમવારે સાંજે ચાર વાગ્યાથી ધારાસભ્યોની સુરક્ષા અને તેમના પર વોચ રાખવા માટે તૈયાર રહેશે તેમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારાકરાયેલી રજૂઆતના પગલે રાજ્યસભાની ચૂંટણીમાં બેંગલુરુથી આવતા ધારાસભ્યોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરવા લલચાવાશે તેવો કોંગ્રેસને ભય હોવાથી ધારાસભ્યો સુધી કોઇ પહોંચી શકે તેટલા માટે અને તેમની સલામતી જળવાય તેટલા માટે 500 યુવાનોને કોંગ્રેસે તહેનાત કર્યા છે. છેલ્લી ઘડીએ ભાજપ કોઇ ધારાસભ્યને તોડી જાય તેટલા માટે 500 યુવક કોંગ્રેસના કાર્યકરોને સ્ટેન્ડ ટુ રખાયા છે.
આ 500 કાર્યકરોને 10-10 કાર્યકરોના 50 જૂથમાં વહેંચી દેવામાં આવ્યા છે. દરેક જૂથને એક એમ કુલ 50 લક્ઝુરીયસ કાર ફાળવી દેવાઈ છે. મંગળવારે દરેક ધારાસભ્ય તેમનો ચોકી-પહેરો કરતા ગ્રુપ સાથે લક્ઝરીયસ કારમાં આણંદથી ગાંધીનગર આવવા નિકળશે અને રાજ્યસભા માટે મતદાન કરશે.
અમદાવાદઃ ભાજપ પોતાના ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને તોડી ના જાય એટલા માટે કોંગ્રેસે યુવા કોંગ્રેસના 500 કાર્યકરોને તૈનાત કર્યા છે. આ કાર્યકરો આણંદના રીસોર્ટમાં દરેક ધારાસભ્યના રૂમની બહાર પહેરો ભરશે અને મંગળવારે દરેક ધારાસભ્યને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે પણ લઈ આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -