કોંગ્રેસની બલિહારીઃ ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી સુધ્ધાં હારેલા ક્યા નેતાને મધ્ય પ્રદેશના ઈન્ચાર્જ બનાવાયા ? જાણો વિગત
દેશના અન્ય રાજયોનાં કોંગ્રેસનાં મોટાં માથાં અને નેતાઓ પણ રેસમાં હતા પરંતુ તે બધાની વચ્ચે સોનિયા ગાંધી તા દિપક બાબરીયા પર પસંદગી ઉતારવામાં આવી હતી. દિપક બાબરીયાના શિરે આવતા વર્ષે મધ્યપ્રદેશમાં આવી રહેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયનો તખ્તો ગોઠવવાની જવાબદારી આવી પડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશમાં કોંગ્રેસના નબળા દેખાવ અને પ્રદર્શનને લઇ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા આ પદને લઇ ગંભીર ચર્ચા વિચારણા ચાલી રહી હતી અને કોને આ હોદ્દા પર નિયુકત કરવા તે મુદ્દે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. દિપક બાબરીયા અગાઉ 2009માં અમદાવાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે.
કોંગ્રેસના હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના દિપક બાબરીયામાં બહુ મોટો વિશ્વાસ મૂકી તેમને પક્ષની અગત્યની જવાબદારી સોંપી છે. સોનિયા ગાંધી દ્વારા દિપક બાબરીયાની આટલા મહત્વના હોદ્દા પર કરાયેલી નિમણૂંકને લઇ ગુજરાત કોંગ્રેસ સહિત રાજયના રાજકારણમાં પણ ભારે ચર્ચા જગાવી છે.
આ પહેલાં મધૂસુદન મિસ્ત્રીને ઉત્તર પ્રદેશ તથા કર્ણાટકના પ્રભારી બનાવાયા હતા. તેમના પછી ગુજરાત કોંગ્રેસના કોઇ નેતા રાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચ હોદ્દા પર નિયુકત થયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. અલબત્ત ગુજરાતમાં હારી ચૂકેલા ઉમેદવારને મધ્ય પ્રદેશ જેવા મહત્વના રાજ્યની જવાબદારી સોંપાઈ તે સામે સવાલ પણ ઉઠ્યા છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરીયાને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ(મહામંત્રી)ની જવાબદારી ઉપરાંત હવે તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસનાઇન્ચાર્જ પ્રભારી બનાવાયા છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા દિપક બાબરીયાની કામગીરીને ધ્યાનમાં લઇને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -