ધાનાણીનો સપાટો: અમરેલીમાં કોંગ્રેસના કેટલા સભ્યોને કર્યા સસ્પેન્ડ, જાણો વિગત
આ ઉપરાતં સાવરકુંડલા પાલિકાના સભ્યોમાં વિપુલભાઇ ઉનાવા, નયનાબેન કાપડીયા, ગીતાબેન દેગામા અને કૈલાશબેન ડાભી જ્યારે બગસરા પાલિકાના સભ્યોમાં મુકતાબેન નળીયાધરા, ભાવનાબેન કટેસીયા અને દિલુભાઇ મકવાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી પાલિકાના સભ્યોમાં પ્રિતીબેન રૂપારેલ, જયંતીભાઇ રાણવા, મૌલિકભાઇ ઉપાધ્યાય, કોમલબેન રામાણી, નટુભાઇ સોજીત્રા, પંકજભાઇ રોકડ, અલકાબેન ગોંડલીયા, પ્રકાશભાઇ કાબરીયા, હિરેનભાઇ સોજીત્રા, માધવીબેન જાની, નવાબભાઇ ગોરી, શકીલભાઇ સૈયદ, પ્રવિણભાઇ માંડાણી, જયશ્રીબેન ડાબસરા અને કંચનબેન વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, લોકોનો ચુકાદો અને પક્ષનો વ્હીપ મહાન છે. સત્તા માટે પક્ષ અને પ્રજા સાથે વિશ્વાસઘાત ચલાવી લેવાશે નહીં. આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્રણેય પાલિકાના 22 સદસ્યોને હાલમા કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમનું સભ્ય પદ રદ કરવા માટે શો-કોઝ નોટીસ પણ ફટકારવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનાબારે જણાવ્યું હતુ કે, વધુમાં વધુ 60 દિવસમાં સત્તાની લાલસા માટે ભાજપ સાથે સાંઠગાંઠ કરનારા એકપણ બળવાખોરનું સભ્ય પદ ન બચે તે માટે કાર્યવાહી કરવામાં આવશે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં અમરેલી નગરપાલિકાના હાલના પ્રમુખ જયંતીભાઇ રાણવા અને પુર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા તથા સાવરકુંડલા પાલિકાના હાલના પ્રમુખ વિપુલભાઇ ઉનાવાનો પણ સમાવેશ થાય છે.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં રિપોર્ટ સોંપાયા બાદ ઉપરથી આવેલી સુચનાને પગલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બળવો કરનાર તમામ 22 સભ્યોને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમનું સભ્ય પદ રદ શા માટે ન કરવુ? તે અંગે કારણ દર્શક નોટીસ પણ ફટકારવામાં આવી છે.
અમરેલી જિલ્લાની ત્રણ પાલિકામાં કોંગ્રેસના સભ્યોની બળવાખોરીને કોંગી મોવડી મંડળે ખુબ જ ગંભીરતાથી લીધી છે. ત્રણેય પાલિકામાં કોંગ્રેસનું શાસન હતું પરંતુ ભાજપ સાથે તોડજોડ અને બળવાખોરીના કારણે અમરેલી અને સાવરકુંડલા પાલિકામાં બળવાખોર પ્રમુખ ચુંટાયા હતા. જ્યારે બગસરા પાલિકામાં ભાજપનું સીધું શાસન આવ્યું હતું. અમરેલી પાલિકામાં કોંગ્રેસના 15 સભ્યો, સાવરકુંડલા પાલિકામાં 4 સભ્યો તથા બગસરા પાલિકામાં 3 સભ્યોએ બળવાખોરી કરી હતી.
અમરેલી: બે દિવસ અગાઉ અમરેલી જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ત્રણેય પાલિકામાં કોંગ્રેસમાં બળવો થતાં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી હતી. જેને કારણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બળવાખોરીથી ચુંટાયેલા અમરેલી અને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ સહિત કુલ 22 સભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ધાનાણીના ગઢમાં ગાબડું પડતાં રાજકીય વર્તુળમાં ચકચાર મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -