દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બન્યો છે. વડોદરામાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો છે. વડોદરા જિલ્લા અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદને લઈને ઠંડક અનુભવી છે. ચાલુ સિઝનમાં શહેરમાં આ પહેલો વરસાદ પડતાં શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, ચોમાસુ આગામી તારીખ 21મીથી રિવાઈવ થવાની શક્યતા છે અને મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તે ફરી આગળ વધશે. પરંતુ તા. 22થી 28 દરમિયાનના ગાળામાં પણ ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિમાં કોઈ મોટો સુધારો થવાની શક્યતા નહીં હોવાનું જણાવ્યું હતું.
સુરત: ગુજરાતમાં વરસાદ ભલે મોડો શરૂ થવાના એંધાણ હોય પરતું રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઇ ચુકી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને સુરતમાં મુશળધાર વરસાદ વસ્યો. વહેલી સવારથી જ નવસારી અને તાપી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહલો જોવા મળ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આજે રવિવાર હોવાથી તિથલના દરિયા કિનારે હાઈટાઈડનો લહાવો લેવા સહેલાણીઓની ભીડ ઉમટે છે. જો કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી રહી છે.
રાજ્યમાં હાલ ચોમાસું નજીક છે, ત્યારે દરિયો તોફાની બન્યો છે. આથી દીવ, દમણ, તિથલ, ઘોઘા, માધવપુર, સોમનાથ સહિતના દરિયા કિનારે ફરવા જતા સહેલાણીઓને કિનારે ન જવા સૂચના અપાઈ છે. કારણ કે દરિયામાં હાલ ઉંચા મોઝા ઉછળી રહ્યાં છે. વલસાડના તિથલમાં પણ દરિયાકાંઠે ભારે ભરતી આવતા 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -