કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધીના અંબાજી પ્રવાસને લઇને કૉંગ્રેસના કાર્યકરો અને તંત્રએ તડામાર તૈયારી શરૂ કરી છે. આવતીકાલે રાહુલ ગાંધી અંબાજીના દર્શન કરી અંબાજીમાં જ રાત્રી રોકાણ કરશે. 12 નવેંબરે અંબાજી ખાતે સૌપ્રથમ આઇટી સેલના કાર્યકર્તાઓ સાથે સેમિનાર યોજશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલથી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી ચીલોડા જવા રવાના થશે. ચિલોડાથી રાહુલ દહેગામ, પ્રાતિજ, હિમતનગર અને શામળાજી જશે.
13 નવેમ્બરે રાહુલ ગાંધી પાટણ, હારીજ, શંખેશ્વર અને બહુચરાજી મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ એક જાહેરસભાને પણ સંબોધન કરશે. બહુચરાજીથી રાહુલ ગાંધી મહેસાણા જશે, જ્યા જીઆઈડીસી હોલમાં વેપારીઓ અને ઉદ્યોગપતીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ મહિલા સંમેલનને પણ રાહુલ ગાંધી સંબોધન કરશે.
રાહુલ ગાંધી રાત્રે 7.30 વાગ્યે અંબાજી મંદિરમાં દર્શન કરશે.. 12 નવેમ્બરે અંબાજીથી યાત્રાની શરૂઆત કરશે રાહુલ. અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, શિહોરી, થરા અને રાધનપુર જશે. થરામાં રાહુલ ગાંધી વાળીનાથ મંદિરમાં દર્શન કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -