કોંગ્રેસની હારમાં પણ જીત છે, કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી જીતાડવામાં મદદ નથી કરી તેમની સામે લેવાશે પગલાં, કોંગ્રેસના કયા નેતાએ આવું કહ્યું, જાણો વિગતે
ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરોએ જાન લગાવીને કામ કર્યું છે. તેમને સંગઠનમાં લઈશું પણ જેણે કોંગ્રેસ વિરુદ્ધ કામ કર્યું છે તેની સામે પ્યારથી કાર્યવાહી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 90 ટકા લોકો કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડ્યાં છે. 5-10 ટકા લોકો જ કોંગ્રેસથી દૂર રહ્યાં, આવા લોકો સામે કોંગ્રેસ પાર્ટી કાર્યવાહી કરશે. આપ ગમે તેટલા મોટા હોય પણ કોંગ્રેસ પક્ષથી મોટા નથી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે. ટીકિટની પણ સારી રીતે વહેંચણી થઈ છે. કોંગ્રેસ પક્ષે ભાજપને સારી રીતે ઘેરી હતી. કેટલાક લોકો વાતો કરતાં હતા કે કોંગ્રેસ હારી જવાની છે, માંડ 20 બેઠકો આવશે પણ અમે મજબૂત રીતે જીત્યાં છીએ. આખા દેશને અમે બતાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી જીતી શકે છે, પ્રેમ આપીને ઉભી પણ થઈ શકે છે.
રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સંબોધન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની હારમાં પણ જીત છે પણ જે લોકો કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસને ચૂંટણી જીતવામાં મદદ નથી કરી તેમની સામે પગલાં લેવાશે.
હાલમાં જેમની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાની ફરિયાદ કરાઈ છે તેવા નેતાઓ અને કાર્યકરો સામે પગલાં લેવાશે. શરૂઆતના તબક્કે આ લોકોને નોટિસ આપ્યા પછી કોંગ્રેસ ખાસ સમિતી બનાવીને સપાટો બોલાવશે તેમ પક્ષના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અમદાવાદ: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદ જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં ચિંતન બેઠક કર્યા પછી કોંગ્રેસની સામે કામ કરનારા પક્ષના નેતાઓ અને કાર્યકરો સામે પગલાં લેવાનું એલાન કર્યું તેના પગલે કોંગ્રેસમાં સળવળાટ શરૂ થયો છે અને મંગળવારથી પક્ષવિરોધી કામગીરી કરનારા નેતાઓ અને કાર્યકરોને નોટિસ ફટકારવાનું શરૂ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -