મંગળવારે ગાંધીનગરમાં ભવ્ય શપથ સમારોહ: કોઈ CMના સમારોહમાં પહેલીવાર 18 રાજ્યોના CM આવશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ હેલિપેડ ખાતે ચાલી રહેલી તૈયારીમાં દસ હજાર લોકો બેસી શકે એવી રીતે મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સ્ટેજની તૈયારીઓ સોમવારે શરૂ થશે. સંભવત: ત્રણ સ્ટેજ બનાવાશે જેમાં મુખ્ય સ્ટેજ ઉપર શપથવિધિ જ્યારે તેની આસપાસના સ્ટેજ ઉપર વડાપ્રધાન, કેન્દ્રીયપ્રધાનો, રાજ્યોના મુખ્યપ્રધાનો અને અન્ય વીવીઆઇપી બેસશે. જ્યારે અન્ય એક સ્ટેજ પર સંતો, સાધુ સમુદાય માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 9.30 વાગે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે ત્યારે ભવ્ય સ્વાગત અને ત્યારબાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીના માર્ગમાં સ્વાગત, સુશોભન થકી તેમનું અભિવાદન કરવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવા ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સ્વર્ણિમ સંકુલ 1-2 ખાતે CM-Dy.CM અને પ્રધાનમંડળની કેબિનોને નવેસરથી સજાવાઇ છે.
ગાંધીનગર સચિવાલયમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિનો આ કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે વડાપ્રધાન માટે સચિવાલયના હેલિપેડ પાસે જ એક કામચલાઉ પીએમઓ રવિવારે ઊભું કરી દેવાયું છે. કાર્યક્રમની રૂપરેખાને આખરી ઓપ આપવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યસચિવ જે.એન.સિંગ, રાજ્ય પોલીસ વડા (ઇન્ચાર્જ) પ્રમોદ કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજી હતી. જેમાં ભાજપના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપના અગ્રણી નેતાઓની પણ એક બેઠક શ્રીકમલમ્ ખાતે મળી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે 26 ડિસેમ્બરે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતની ધારાસભ્યોનો શપથવિધિ સમારોહ યોજાનાર છે. આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જોકે આ શપથ સમારોહની ખાસિયત એ છે કે દેશમાં પહેલીવાર કોઈ રાજ્યના મુખ્યમંત્રીના શપથ સમારોહમાં એક સાથે 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 4000 જેટલા VIPs હાજરી આપશે, ત્યારે કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટીએ ગાંધીનગરને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -