નવસારીઃ કોન્સ્ટેબલે પોતાની જ માનેલી બેનની ઉતારી સેક્સ ક્લિપ, પછી બનેવીને કરી જાણ ને શું થયું?
નવસારીઃ નાની ચોવીસી ગામના પટેલ યુવકને તેની જ પત્નીની સેક્સ ક્લિપ બતાવીને પોલીસ કોન્સ્ટેબલે 1.60 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોન્સ્ટેબલે આ અંગે કોઈને જાણ કરશે, તો બ્લૂ ફિલ્મ વાયરલ કરી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પટેલ યુવકે કોન્સ્ટેબલ સામે નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલો ચગ્યા પછી શબ્બીરખાનની બદલી કરી દેવામાં આવી છે. અત્યારે કોન્સ્ટેબલ ખેડા જિલ્લામાં ફરજ બજાવે છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે બ્લેકમેલિંગની ફરિયાદ થતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
દરમિયાન શબ્બીરખાને પટેલ યુવકને પોતાની માનેલી બહેનની મોબાઇલ વીડિયો ક્લિપ બતાવી હતી અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 1.60 લાખ રૂપિયા માગ્યા હતા. પત્ની અને પોતાની આબરુ જવાની બીકે તેને રૂપિયા આપી દીધા હતા. બાદમાં મારી નાંખવાની અને કોઈ કહેશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં યુવકે કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, નાની ચોવીસીના પટેલ યુવક અને પોલીસ કોન્સ્ટેબલ શબ્બીરખાન અલીફખાન પઠાણ વર્ષ 2013માં સંપર્કમાં આવ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. આ પછી શબ્બીરખાને પોતાની માનેલી બહેન પટેલ યુવકની ઓળખાણ કરાવી હતી અને બાદમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા. આ પછી કોઈ કારણસર તેની પત્ની પિયર ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -